Heart Touching Gujarati Love Shayari
પ્રેમ સંબંધ દરમિયાન કેટલીક લાગણીઓ એવી હોય છે જે સીધા દિલ માંથી આવે છે અને પ્રેમીઓને ખૂબ જ ભાવુક બનાવી દે છે. આવી હૃદયસ્પર્શી પ્રેમ શાયરી અહીં પ્રકાશિત કરવામાં આવી છે.
દિલ તો લાગણીનો દરિયો છે સાહેબ,
એ તરાવી પણ જાણે અને ડુબાડી પણ જાણે !!
આખા દિવસનો થાક,
કોઈની કલ્પના માત્રથી
ઉતરી જાય બસ એનું નામ પ્રેમ !!
સામેવાળી વ્યક્તિના તમામ વાંક-ગુનાઓ,
સહન કરવાની તાકાત ના હોય તો પ્રેમ ના કરતા !!
પ્રેમ એ તો
બદલાતી મોસમ છે સાહેબ,
વરસાદની જેમ ભીંજવે અને
તડકાની જેમ સૂકવે પણ !!
મન ફાવે ત્યારે બ્લોક અને
મન ફાવે ત્યારે અનબ્લોક કરે છે,
હું એને કેટલો પ્રેમ કરું છું
એ વારેઘડીયે ચેક કરે છે !!
કદાચ ગમે તેટલો કરો તોય,
ઓછો કે અધુરો રહી જાય એનું નામ પ્રેમ !!
હશે બધું છતાં તારા વિના કશું નહીં હોય,
મારા માટે પ્રેમની વ્યાખ્યા એથી વધુ નહીં હોય !!
જો દુઆથી બધું મળે,
તો હું તને જ માંગુ !!
તારી સાથે ચાલેલા એ બે પગલાં,
મારા દિલમાં ક્યારેય ન ભુંસાય એવી છાપ છોડી ગયા !!
તારી નજરને કહે થોડો વિચાર કરે,
આમ આપણી લાગણીનો પ્રચાર ના કરે !!
તારી ને મારી વચ્ચે એક અરીસો મૂક,
જો દેખાય આરપાર તો થોડી પ્રેમથી મારી બાજુ ઝુક.
ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે !!
આંખ સાથે આંખ મળી ને સ્નેહ સાથે લાગણી,
આ ચોમાસે અમે કરી છે અઢી અક્ષરની વાવણી !!
ફાઈબરનું દિલ રાખ્યું છે દોસ્ત,
કેમ કે પ્રેમમાં ઓગળવું મંજુર છે તૂટવું નહીં !!
પ્રેમની શોધ સારી છે,
પરંતુ શોધ્યા વગર પ્રેમ મળે તો વધુ સારું !!
તમે પાછુ વળીને જોઈ લો માત્ર એકવાર,
તમારા જ પડછાયામાં મળીશ હું અનેકવાર !!
કોઈને પ્રેમ કરતા હો તો કહી દેજો,
બાકી દિલની વાત દિલમાં રહી ગઈ
તો આખી જિંદગી અફસોસ થશે !!
નાજુક હૃદયને કાયમ બોજ ના આપી શકું,
પ્રેમ છે જ પુરાવા રોજ ના આપી શકું !!
જેનું વર્ણન જ ના કરી શકાય,
એને જ તો પ્રેમ કહેવાય !!
છેક સુધી જોડે રહેવું એ પ્રેમ નથી,
છેક સુધી જોડાયેલા રહેવું એ પ્રેમ છે !!
પ્રેમ એટલે……જેને એકવાર મળ્યા પછી,
એ મુલાકાત જ ના ભૂલાય !!
પ્રેમ એટલે તારા હોવુંની સ્થિતિમાંથી,
તારામાં હોવુંની અવસ્થા !!
પ્રેમ એ નથી જે તારી હા પર નિર્ભર રહે,
પ્રેમ તો એ છે જે તારી ના પછી પણ કાયમ રહે !!
રસ્તો ભલેને ગમે તેવો હોય,
તું સાથે હશે તો મંઝીલ જરૂર મળશે !!
આ પ્રેમ પણ મને બહુ જ પજવે છે,
જો ને છાનોમાનો કરું છું તોય ગામ આખું ગજવે છે !!
મળ્યાની પહેલી સેકન્ડથી
લઈને મર્યાની છેલ્લી સેકન્ડ સુધી,
હૃદયનો ભાવ ના બદલાય એનું નામ પ્રેમ !!
ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે,
અહીં તો કોણ મળ્યા એનો આનંદ છે !!
લાપરવાહ તો બહુ જ છું હું,
પણ તારી પરવાહ કરું છું !!
કોઈ વાર નથી લાગતી અલગ થવામાં,
બસ એક થવામાં જ સમય લાગે છે સાહેબ !!
જો કોઈ બીજાનું દર્દ આપણી આંખમાંથી ટપકેને,
તો સમજવું કે સાચો પ્રેમ થઇ ગયો !!
તમારી સાથે વાત કરતા ખબર નહીં
ક્યારે પ્રેમ થઇ ગયો,
પાણીથી ભરેલો દરિયો પણ વરસાદ માટે
તરસતો થઇ ગયો !!
કોઈ કહે છે જન્મો જન્મનો સાથ એટલે પ્રેમ,
હું કહું છું એક પળનો સાથ અને…
જન્મો જન્મનો આહેસાસ એટલે પ્રેમ !!
તારાથી થોડે દુર જવાની જરૂર છે,
ખબર તો પડે કે તારા પ્રેમનું કવરેજ ક્યાં સુધી છે !!
તું ભલે ગમે તેવી હોય,
પણ બસ મને ગમે એવી જ છો !!
તલાશ છે એક એવી વ્યક્તિની,
જેને મારે ક્યારેય Love You ના કહેવું પડે !!
જો તું કરી લે મારા પ્રેમનો સ્વીકાર તો
દુનિયાથી સંબંધો તોડીને આવી જઈશ,
લઇ જાય મને તું તારી સાથે તો હું
તારા માટે દુનિયા છોડીને આવી જઈશ !!
ખબર ના પડી કે કેમ થઇ ગયો,
ના ના કરતા કરતા પ્રેમ થઇ ગયો !!
તારી સાથે દોસ્તી જ રાખવી હતી,
ખબર નહીં આ પ્રેમ ક્યારે થઇ ગયો !!
ચહેરો જોઇને માત્ર ઓળખાણ થાય,
પ્રેમ તો માત્ર આત્માથી થાય છે !!
બોલી બતાવવું તો ગૌણ હોય છે,
પ્રેમમાં તો પ્રથમ ધબકતું મૌન હોય છે !!
પ્રેમ એટલે એની યાદમાં,
રાતે ઝબકીને જાગી જવું !!
પ્રેમને પામવા પહેલ કરવી પડે રાહ ના જોવાય,
હાથ જોડવાથી કંઈ ના થાય હાથ પકડવો પડે.
કહેવું તો ઘણુબધું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!
પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને,
વધુ સુખ આપવાની હરીફાઈ !!
દરેક સ્ત્રીમાં એક મીરાં અને
દરેક પુરુષમાં એક શ્યામ છુપાયેલો હોય છે,
એક અધુરો છતાં મધુરો સંબંધ
ક્યાંક મનના ખૂણે ધરબાયેલો હોય છે.
પ્રેમ તો માત્ર એક સાથે થાય,
બીજા સાથે તો ખાલી જવાબદારી પૂરી થાય !!
એકાદ ક્ષણ પણ તારું આવી મળી જવું,
ખાસ્સું ગમ્યું એ શ્વાસમાં પાછું ભળી જવું !!
હજારો લોકો સાથે સંબંધ રાખવાની જરૂર નથી,
દિલથી જોડાયેલ એક વ્યક્તિ પણ આખી દુનિયા બરાબર છે !!
પ્રેમ તો બધા લોકો કરે જ છે,
કોઈ શરીરને તો કોઈ દિલને કરે છે !!
નજરમાં તો બધા વસી જાય,
પણ તમે તો મારા દિલમાં વસ્યા છો !!
છે ઈશ્ક તો કબૂલી લે આમ આંખો ચાર ના કર,
સ્વીકારી લે ખુલ્લા દિલથી આમ ઝુકેલી નજરોથી વાર ના કર !!
તારું એક સપનું શું જોવાઈ ગયું,
એ તો મારી આંખોમાં જ રોકાઈ ગયું !!
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
અને થઇ જાય પછી કોઈ નિવારણ નથી હોતું !!
બહુ જ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તીથી થાય છે !!
જ્યારે આપણે ખરેખર કોઈની બહુ નજીક થઇ જઈએ ને,
ત્યારે એના મેસેજમાંથી પણ એ બોલતા હોય એવો ભાસ થવા લાગે !!
લાગણી મારી સુકાતી નથી,
તડકો બનીને આવ તું !!
તારી મોહબ્બતે મને એવી નિખારી છે,
અરીસો પણ કહે છે કે તને મારી જરૂર શું છે !!
એકવાર કહી જુઓ કે
આવતા જનમે મળીશું,
અમે હસતા હસતા
મોતને પણ ગળે મળીશું !!
જે લોકો પોતાની ભૂલ માનીને એકબીજાને માફ કરી દે છે,
કસમથી એ લોકોનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો !!
ફરીવાર કોઈ અજાણ્યું વ્યક્તિ ખાસ થઇ રહ્યું છે ,
લાગે છે ફરી એકવાર આ દિલને પ્રેમ થઈ રહ્યો છે !!
જેનાથી સાચો પ્રેમ થઈ જાય છે ને,
દુનિયાનો સૌથી સારો માણસ એ જ લાગે છે !!
હું તો પ્રેમની એક જ ચપટીમાં ખુશ છું,
મેં ક્યાં કદી ખોબો ભરીને પ્રેમ માંગ્યો છે !!
બે જણ એકબીજાને ગમે તે લાગણી,
બે જણને એકબીજા વગર ના ગમે તે પ્રેમ !!
પ્રેમ એ નથી કે તમે દુનિયાને કેટલો બતાવો છો,
પ્રેમ તો એ છે કે તમે તમારો પ્રેમ કેટલો નિભાવો છો !!
પ્રેમ એટલે હું જ્યાં પણ જાવ,
ત્યાં પળે પળે અનુભવાતી તારી કમી !!
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!
તું હિંમત હારી જઈશ,
તો તૂટી હું જઈશ !!
એકવાર ફરીથી મને જોઇને આઝાદ કરી દે,
હું આજે પણ તારી પહેલી નજરની કેદમાં છું !!
લાગણી હોય તો ઝગડો થાય,
બાકી લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી !!
મારું અને તારું,આપણું બની જાય,બસ એ જ પ્રેમ !!
જો કોઈ બીજાનું દર્દ
આપણી આંખમાંથી ટપકે ને,
તો સમજી લેવાનું કે
સાચો પ્રેમ થઇ ગયો !!
ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે,
અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે !!
આ તો દિલની વાતો છે સાહેબ,
લખી લખીને કેટલી સમજાવવી !!
તમારી લાગણીઓ જ જો અખૂટ હોય,
તો I Love You કહેવાની ક્યાં જરૂર છે !!
ભલે મોટાભાગના લોકો ચહેરો જોઈને પ્રેમ કરે છે,
પણ અમુક લોકો ચહેરાને નહીં માણસને જોવે છે !!
પકડજે હાથ મારો
જગતની ભીડ ભારી છે,
ક્યાંક ખોવાઈ ના જાઉં હું
જવાબદારી તારી છે !!
પ્રેમ તો આવો હોવો જોઈએ,
હું જોઉં ખુદને પણ પડછાયો તારો હોવો જોઈએ.
એટલો બધો પણ પ્રેમ ના કરીશ મને,
કે તું સાથે ના હોય ત્યારે તને ભૂલવામાં પણ તકલીફ પડે !!
પ્રેમને જયારે તમે વધુ આપો તો તમને ઓછો મળે છે,
જયારે તમને વધુ મળે છે ત્યારે તમે ઓછો આપો છો !!
પ્રેમ હોય ત્યાં કંઈક ને કંઇક ઝગડા થાય,
અને જ્યાં કોઈ ઝગડા ના હોય ત્યાં પ્રેમ પણ ના હોય !!
પ્રેમ નો શોખ અહીંયા કોને હતો,
બસ એ નજીક આવતાં ગયા ને પ્રેમ થતો ગયો !!
એકલા જીવવાનું હોય તો જીવન પણ એક સજા છે,
પરંતુ સાથ હોય જો કોઈનો તો જીવવાની અલગ જ મજા છે !!
કૃષ્ણના જીવનની જીત તો ઘણી હશે,
પણ એની સૌથી મોટી હાર એટલે રાધા !!
પામવું એ જ પ્રેમ હોત તો મીરાંનો પ્રેમ વહેમ હોત,
અને રાધાને પણ કોઈ યાદ ના કરતુ હોત !!
મને તો બસ પ્રેમ લખતા આવડે છે,
પ્રેમ કરતા તું શીખવાડી દેજે !!
ક્યારેક દિલની વાત બોલવામાં,
ઘણું મોડું થઇ જાય છે !!
પ્રેમની તો ખબર નથી,
પણ તું અને તારી વાતો ક્યારેય નહીં ભૂલાય !!
એકાદ હોય તો છુપાવી પણ લઉં,
આ તો પ્રેમ છે જેના પુરાવા હજાર છે !!
થોડો પસ્તાવો છે, થોડો પ્રેમ છે,
પણ એની ફિકર તો આજે પણ છે !!
પહેલો પ્રેમ સાથે રહે કે ના રહે,
પણ જિંદગીભર યાદ જરૂર રહે છે !!
સાચો પ્રેમ માત્ર એ જ છે,
જે જીવનના અંત સુધી સાથ આપે !!
પ્રેમમાં કેટલી બાધા દેખી,
તો પણ કૃષ્ણ સાથે રાધા દેખી !!
પ્રેમની બહુ લાંબીલચક વ્યાખ્યા ના કર,
હું અને તું સાથે છીએ એટલું કાફી નથી ?
મન મારું મૂંઝાઈ જાય છે,
જયારે મારી આંખોને તું દેખાઈ જાય છે !!
તમે કોઈને ચાહો તો એવી રીતે ચાહતા રહેજો,
જે રીતે પહેલીવાર ઈમ્પ્રેસ કરતા હોય !!
એવી ક્યાં માગણી છે કે ધોધમાર વરસાદ સાથે આવ,
ઝાકળની સાથે પાંદડા પર એકાદ ટીપું બનીને આવ !!
આટલી બધી નોટિફિકેશનની ભીડમાં પણ,
મારી નજર ફક્ત તારા જ નામની શોધમાં હોય છે !!!
પ્રેમ એટલે સિંહણની જીદ સામે,
હસતાં હસતાં ઝુકી જતો જંગલનો રાજા !!
પ્રેમ તો એવા લોકોને જ કરાય,
કે જેને ગણિતના પ્રમેયની જેમ
સાબિત ના કરવું પડે !!
અમે આશા રાખીએ છીએ કે તમને ગુજરાતી લવ શાયરી પરની અમારી પોસ્ટ પસંદ આવી હશે અને અમે પણ આશા રાખીએ છીએ કે તમે તમારો અમૂલ્ય પ્રતિભાવ આપશો જેથી શાયરી પ્રેમીઓ અમારી પોસ્ટ વાંચી શકે અને અમે આવનારા સમયમાં વધુ સુંદર શાયરી પ્રકાશિત કરી શકીએ.
આભાર સાથે,
I am Gujarati