• Home
  • Shayari
  • Blog
  • Wishes
Facebook Twitter Instagram
See our new posts
  • વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો
  • “ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી
  • “વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !
  • 500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી
Friday, June 20
I am GujaratiI am Gujarati
  • Home
  • Shayari
  • Blog
  • Wishes
I am GujaratiI am Gujarati
Home » “ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી
Blog

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Facebook WhatsApp Twitter Telegram Pinterest

શું આપ આવતા Rose Day ( 7 February, 2022 ) ના દિવસે તમારા પ્રિયજન ને ગુલાબ આપીને તમારા પ્રેમ ની લાગણીઓ વ્યક્ત કરવાની રાહ જોય રહ્યા છો? તો રોજ ડે વિશે ની આ વિસ્તૃત જાણકારી વાંચીને આપને ખૂબજ આંનદ થશે.

આપણે બધા જાણીએ છીએ કે ગુલાબ એ પ્રેમ, રોમાંસ અને સ્નેહ નું પ્રતીક છે અને પ્રેમની પવિત્ર અને અખૂટ લાગણીઓને વ્યક્ત કરવા માટે એક આદર્શ અને અમૂલ્ય ભેટ છે અને એટલા માટે વેલેન્ટાઇન દિવસ ની ઉજવણી રોઝ ડે, ​​7 મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે.

Rose Day Wishes, Shayari and Quotes in Gujarati
Rose Day Wishes Shayari and Quotes in Gujarati

સૌથી સુંદર અને રોમેન્ટિક ફૂલો માં લાલ ગુલાબ ની ગણતરી સૌથી પેહલા થાય છે. શેક્સપિયરે રોમિયો અને જુલિયટની પ્રેમ વાર્તામાં પણ આ લાલ ગુલાબનો ઉલ્લેખ કર્યો છે. ઘણા કવિઓ અને નવલકથાકારોએ પણ પ્રેમ શાયરી , પ્રેમ કવિતા, રોમેન્ટિક કવિતા અને પ્રેમ કથાઓમાં પણ લાલ ગુલાબનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. ગુલાબના ફૂલોમાં ખૂબ જ સરસ સુગંધ હોય છે, તેથી લોકો પ્રેમને વ્યક્ત કરવા માટે પ્રેમ અને રોમાંસના પ્રતીક તરીકે ગુલાબ પણ આપે છે.

વેલેન્ટાઈન વીક ની શરૂઆત થતાની સાથે, વિશ્વભરના પ્રેમી જોડા તેમના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે અને યુગલો તેમના જીવનસાથી સાથે વેલેન્ટાઈન દિવસ ની ઉજવણી કરવા, રોઝ ડે પર સુંદર ગુલાબનું ફૂલ આપીને તેની આગોતરી શરૂઆત કરી દે છે.

રોઝ ડે શા માટે ઉજવવામાં આવે છે અને તેનો ઈતિહાસ શું છે તે જાણતા પહેલા, આજ તમારા રોજ ડે ને વધુ સુંદર બનાવવા અમે રોજ ડે શુભ કામના સંદેશ, રોઝ ડે શાયરી (ગુલાબ દિવસ શાયરી) અને રોજ ડે કોટ્સ ની રચના કરેલી છે, જે આપ તમારા પ્રિયજન સાથે શેર કરી, તમારા પ્રેમ ની લાગણી વ્યક્ત કરી, આ રોજ ડે ને ખૂબજ સુંદર બનાવી શકો છો.

ગુલાબ દિવસ શુભ કામના સંદેશ (Rose Day Wishes)

ગુલાબ દિવસ શુભ કામના સંદેશ
ગુલાબ દિવસ શુભ કામના સંદેશ

ખીલતા રહે ગુલાબ તમારા જીવન માં,
ગુલાબ સરીખું સ્મિત રહે તમારી આંખોં માં,
દિલ થી આપું છું ગુલાબ,
તમે હંમેશા રહેજો અમારી લાગણી માં..!!
🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹

જે રીતે ગુલાબ કાંટા ની વચ્ચે પણ હસતું રહે છે,
એ રીતે તમે પણ હંમેશા હંસતા રહો એવી દિલ થી,
🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹

નથી મળી શકાતું રોજ તમને પણ યાદ રોજ કરું છું
આ વાત ની યાદ રોજ અપાવવા,
તમને આજ Rose આપુ છું..!!
🌹ગુલાબ દિવસ ની શુભ કામના🌹

કાંટા ની વચ્ચે પણ ખીલતું રહે છે ગુલાબ,
સુખ અને દુઃખ માં હંસતા રહો તમે પણ,
હંમેશા ગુલાબ ની જેમ..!!
🌹હેપી રોજ ડે 🌹

Rose Day Wishes in Gujarati
Rose Day Wishes in Gujarati

સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે છે,
પણ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે !!
🌹હેપી રોજ ડે🌹

હંમેશા હંસતા ખીલતા રહો ગુલાબ ની જેમ,
તમારા ચેહરા ને હંમેશા હંસતો જોવો,
એજ અમારી નેમ !!
🌹હેપી રોજ ડે🌹

જ્યાં રહો ત્યાં ખુશ રહો,
અથવા ત્યાં રહો જ્યાં ખુશ રહો !!
🌹Happy Rose Day🌹

મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા અટકાવે છે !!
🌹Happy Rose Day🌹

Rose Day Wishes in Gujarati
Rose Day Wishes in Gujarati

હંસી રહે તમારા ચેહરા ની ગુલાબ ની જેમ,
હું પ્રેમ થી આપું છું ગુલાબ હંમેશા ની જેમ..!!
🌹ગુલાબ દિવસ ની શુભ કામના🌹

દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !!
🌹હેપી રોજ ડે🌹

લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
🌹Happy Rose Day🌹

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
🌹Happy Rose Day🌹

રોજ ડે શાયરી અને અવતરણ (Rose Day Shayari and Quotes)

Rose Day Shayari in Gujarati
Rose Day Shayari in Gujarati

તું એટલે મારા દિલ ના બગીચા નું,
ખુબ સુંદર ગુલાબ..!!
❤️હેપી રોજ ડે🌹

ગુલાબ ના તો બગીચા હોય છે,
પણ મારા દિલ ને ગમે તે,
ગુલાબ તો માત્ર તું જ છે..!!
❤️હેપી રોજ ડે🌹

ગાલ ગુલાબી જયારે તારા થયા,
તે દિવસ થી અમે તમારા થયા..!!
🌹હેપી રોજ ડે❤️

Rose Day Shayari in Gujarati
Rose Day Shayari in Gujarati

એક રોઝ તેમના માટે,
જે મળતા નથી રોજ રોજ,
પણ યાદ આવે છે દરરોજ..!!

કયારેક ક્યારેક તું એવું કરી લે ને,
ગુલાબ આપવાને બદલે મારું દિલ વાંચી લે ને !!

કોઈ રોઝ ડે પર ગુલાબ આપે એ જરૂરી નથી,
પણ જિંદગી ભર ગુલાબ ની જેમ હસતા રાખે એ જરૂરી છે..!!
🌹Happy Rose Day❤️

Rose Day Quotes in Gujarati
Rose Day Quotes in Gujarati

ગુલાબ નો રંગ ત્યારે ગમે,
જયારે તારા પ્રેમ નો રંગ અનુભવાય..!!
🌹હેપી રોજ ડે❤️

ગુલાબ આપવા વાળા તો હજારો મળી જશે,
તલાશ એની કરો જે ગુલાબ ની જેમ હસતા રાખે..!!

આંખોથી તમે કરો છો, તે સંવાદ મને ગમે છે,
ગુલાબ ની જેમ મેહકતા રાખો છો, તે મને ગમે છે !!

Rose Day Quotes in Gujarati
Rose Day Quotes in Gujarati

મારે તો બસ ચપટીભર સ્નેહની તરસ છે,
ગુલાબ નો ગુલદસ્તો નહિ,
તારા દ્વારા વીણેલું એક ગુલાબ બસ છે..!!

ગુલાબ આપવું પણ એક તહેવાર બની જાય છે,
જયારે દિલ ના તાર એક થાય જાય છે..!!

ખુબ સહેલું છે ગુલાબ આપીને કોઈકને ગમી જવું,
અઘરું છે ગમતું રેહવું ગુલાબ ની જેમ કાંટા ની વચ્ચે..!!

નથી જોઈતો મારે ગુલાબ નો ગુલદસ્તો,
જો તું રાખ સદા મારો ચેહરો હંસતો..!!

સ્નેહની એમાં સુગંધ ભરું છું,
સજાવી લાગણીની બુંદોથી,
પ્રેમથી તને ગુલાબ અર્પણ કરું છું.

ફૂલ આપું છું ગુલાબ નું દિલ ની જેમ સાચવજો,
જે કહી નહિ શકતો એ લાગણી છે,
તમે મારી લાગણી સમજો એ મારી માગણી છે..!!

ઈચ્છા તને ગુલાબ આપવાની નથી,
પણ ગુલાબ ની જેમ હંમેશા હંસતા રાખવાની છે..!!

જો તમે આ ગુલાબના દિવસે વધુ લવ શાયરી શેર કરવા માંગતા હો, તો આ સુંદર લવ શાયરી વાંચવાનું ભૂલશો નહીં.

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

રોજ ડે કવિતા (Rose Day Poem)

Rose Day Poem in Gujarati
Rose Day Poem in Gujarati

પેહલી મુલાકાત નું પહેલું ગુલાબ યાદ છે,
તારા ગાલ નું ગુલાબી થવું યાદ છે,
તારી નજરોં ઝુકાવીને ને શરમાવાની અદા યાદ છે,
પેહલી મુલાકાત નું પહેલું ગુલાબ યાદ છે !
નથી કોઈ કારણ છતા વરસી જાઉં છું,
પેહલા ગુલાબ ને યાદ કરીને થોડો બહેકી જાઉં છું !!

ગુલાબ ને શા માટે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે ? રોઝ ડે પર શા માટે આપવામાં આવે છે?

ચાલો જાણીએ, ગુલાબને પ્રેમનું પ્રતીક કેમ માનવામાં આવે છે, તેની પાછળની કેટલીક માન્યતાઓ.

  • ગ્રીસ દેશ માં એફ્રોડાઇટ નામની એક ખૂબ જ સુંદર દેવી હતી. તેને સૌંદર્યની દેવી પણ માનવામાં આવતી હતી. એડોનિસ, દેવી એફ્રોડાઇટ નશ્વર પ્રેમી હતો. એડોનિસ અને એફ્રોડાઇટ એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતા. એક દિવસ એડોનિસ જંગલ માં શિકાર કરવા નીકળ્યો અને શિકાર કરતી વખતે માર્યો ગયો, અને એફ્રોડાઇટના ખોળા માં રડતા રડતા મૃત્યુ પામ્યો હતો. દંતકથા અનુસાર, એફ્રોડાઇટના આંસુ અને તેના પ્રેમી, એડોનિસ ના લોહીએ જે જમીનને પાણી આપ્યું ,ત્યાંથી લાલ ગુલાબ ઉગવાનું શરૂ થયું.
  • એક ગ્રીક માન્યતા પ્રમાણે , "Eros " જેને ગ્રીસમાં પ્રેમના દેવતા કહેવામાં આવે છે, તેના શબ્દો "Rose" માં સમાવિષ્ટ છે અને મળતા આવે છે , તેથી ગુલાબને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે.
  • હિંદુ માન્યતા અનુસાર, દેવી લક્ષ્મી કે જેને સૌભાગ્ય અને સમૃદ્ધિની દેવી પણ માનવામાં આવે છે તે 1008 નાની લાલ ગુલાબની પાંખડીઓ અને 108 મોટા ગુલાબનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી, અને તે માટે પણ ગુલાબ ને પ્રેમ અને પવિત્રતા ના પ્રતીક તરીકે જોવા માં આવે છે.
  • આજના આધુનિક યુગમાં પણ ફૂલોનો ઉપયોગ લાગણીઓને વ્યક્ત કરવા, ખાસ કરીને પ્રેમ અને રોમાંસ અને પરસ્પર સ્નેહને વધારવા ગુલાબનું ફૂલ અથવા ગુલદસ્તો આપવામાં આવે છે.

તમે બજાર માં વિવિધ રંગોના ગુલાબ જોયા હશે. પરંતુ, શું તમે જાણો છો કે કયા રંગના ગુલાબ કોને અને શા માટે આપવામાં આવે છે?

ચાલો જાણીએ ગુલાબના વિવિધ રંગોનો અર્થ અને રંગ પ્રમાણે કોને ક્યુ ગુલાબ આપી શકાય.

લાલ ગુલાબ (Red Rose)

Rose Day Gujarati
Rose Day Gujarati

લાલ રંગ પ્રેમ, જુસ્સો, લાગણી અને ઉત્સાહનું પ્રતીક છે. આ ફૂલનો સંદેશ છે "હું તને પ્રેમ કરું છું!" (હું તને પ્રેમ કરું છુ!). પ્રેમી યુગલ એકબીજાને ખાસ દિવસે લાલ ગુલાબ આપીને પ્રેમ ની લાગણીઓ જીવંત રાખે છે. વણસેલા સંબંધો ને વેગ આપવા માટે પણ લાલ ગુલાબ આપવામાં આવે છે. લાલ ગુલાબ સુંદરતા, ઇચ્છા, જુસ્સો અને હિંમતનું પણ પ્રતીક છે.

પીળો ગુલાબ (Yellow Rose)

Rose Day Gujarati
Rose Day Gujarati

પીળો રંગ એ આશા અને મિત્રતાનું પ્રતીક છે. પીળો રંગ આનંદ, શક્તિ અને જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે. પીળા ગુલાબ સામાન્ય રીતે શ્રેષ્ઠ મિત્ર અથવા નવા મિત્રને ભેટ તરીકે આપવામાં આવે છે. પીળો ગુલાબ એવા લોકોને આશ્વાસન આપવા માટે આપવામાં આવે છે, જેઓ ઉદાસ અથવા દુઃખી છે.

ઘેરો ગુલાબી ગુલાબ (Dark Pink Rose)

Rose Day Gujarati
Rose Day Gujarati

ઘેરો ગુલાબી ગુલાબ આભાર અને પ્રશંસાનું પ્રતીક છે, જે કોઈની પ્રશંસા કરવા અથવા આભાર માનવા માટે આપવામાં આવે છે.

આછો ગુલાબી ગુલાબ (Light Pink Rose)

Rose Day Gujarati
Rose Day Gujarati

આછો ગુલાબી ગુલાબ પ્રશંસા અને નમ્રતા દર્શાવે છે. તમે આ ગુલાબ કોઈને પણ ગુલાબ દિવસની શુભેચ્છા તરીકે આપી શકો છો.

નારંગી ગુલાબ (Orange Rose)

Rose Day Gujarati
Rose Day Gujarati

નારંગી રંગ એ પીળા અને લાલ રંગનું મિશ્રણ છે. પીળો આશા અને મિત્રતાનું પ્રતીક છે, અને લાલ પ્રેમ અને રોમાંસનું પ્રતીક છે, તેથી જો તમે કોઈ મિત્ર સાથે પ્રેમ અને રોમાન્સ ની લાગણી થી પણ જોડાયેલા હોય તો, તમે આ નારંગી ગુલાબ આપી શકો છો.

હું આશા રાખું છું કે તમે રોઝ ડે માટે આવી રોમાંચક માહિતી અને રોજ ડે ના ઇતિહાસનો આનંદ માણ્યો હશે, અને હું આશા રાખું છું કે તમે આ રોઝ ડે શાયરી અને કોટ્સ તમારા પ્રિયજનો સાથે શેર કરશો અને આ દિવસને ખૂબ જ ખાસ બનાવશો.

આભાર સહ,

I am Gujarati

Love Romance
Share. WhatsApp Facebook Twitter Pinterest
Previous Article“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !
Next Article વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

Related Posts

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Read More

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Read More

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Read More

Leave A Reply Cancel Reply

Latest Posts
Shayari

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Blog

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Blog

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Shayari

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Categories
  • Blog
  • Shayari
  • Wishes
About
About

I am Gujarati નો ઉદ્દેશ ગુજરાતીમાં શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડવાનો છે.આપણી માતૃભાષા ગુજરાતી માં અહીં ઉપલબ્ધ છે, આકર્ષક અને નવીનતમ શાયરી, કોટ્સ, સ્ટેટસ, વિશેષ શુભેચ્છાઓ, સુવિચાર, જોક્સ અને ગમ્મત સાથે જ્ઞાન.

Facebook Twitter Instagram Pinterest
© 2025 Imgujarati.

Type above and press Enter to search. Press Esc to cancel.

EASILY TYPE IN GUJARATI NOW

OPEN WEBSITE