• Home
  • Shayari
  • Blog
  • Wishes
Facebook Twitter Instagram
See our new posts
  • વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો
  • “ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી
  • “વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !
  • 500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી
Sunday, July 6
I am GujaratiI am Gujarati
  • Home
  • Shayari
  • Blog
  • Wishes
I am GujaratiI am Gujarati
Home » 500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી » Page 4
Shayari

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Facebook WhatsApp Twitter Telegram Pinterest

Romantic Gujarati Love Shayari

રોમન્સ એ વધુ સારા સંબંધો માટે ની ચાવી છે અને વાસ્તવિક સંબંધોને જીવંત રાખવા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોમાંસ વિના પ્રેમ પૂર્ણ થતો નથી. ગુજરાતીમાં કેટલીક શ્રેષ્ઠ રોમેન્ટિક લવ શાયરી અહીં પ્રકાશિત કરી છે.

Romantic gujarati love sahayari
Romantic gujarati love sahayari

પ્રેમની મોંસમનો આ પહેલો
વરસાદ મુબારક,
સંભળાયતો સાદ નહીં,
તો મારી યાદ મુબારક !!

રીલેશનશીપ ત્યારે જ સફળ થાય,
જયારે બંને એકબીજાથી ખુશ હોય !!

પ્રેમનો શોખ અહીંયા કોને હતો,
બસ તમે નજીક આવતા ગયા અને પ્રેમ થતો ગયો !!

પરિણામની ખબર તો મીરાને પણ હતી,
પણ વાત પ્રેમ નિભાવવાની હતી !!

દિલના દર્દનો આખી દુનિયામાં ઈલાજ નથી હોતો,
કરો પ્રેમ અને મળી જ જાય એવો રીવાજ નથી હોતો !!

આમ તો રાહ જોવી એ મારો સ્વભાવ જ નથી,
પણ તારા જવાબની રાહમાં ફોન પકડીને બેસી રહેવું એ જ પ્રેમ છે !!

સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારેય સાથ છોડતો નથી !!

તું પૂછી લે તારા દિલને,
મારા માટે ધડકવા તૈયાર છે જિંદગીભર !!

આપણને કોઈ ચાહે અને અનહદ ચાહે,
એના માટે ગર્વ કરાય અભિમાન નહીં !!

મનગમતું સાથી મેળવવું એટલું અઘરું નથી સાહેબ,
જેટલું એને આખું જીવન મનગમતું રાખવું !!

તું આવ જરા પાસે
અને વાત તો કરી જો,
છોડ ને અંતની ચિંતા તું
શરૂઆત તો કરી જો !!

સાથ નિભાવવાની તાકાત હોય તો જ ચાલજે,
કારણ કે હું ઘણાને છોડીને આવું છું તારા ભરોસે !!

પ્રેમ બે પળ માટે નહીં,
પણ જિંદગીભરની જીદ હોવી જોઈએ !!

તું ખાલી પ્રેમ તો કર,
નિભાવવાની જવાબદારી મારી.

કોણે કહ્યું કે મને પ્રેમ નથી,
બસ તને સમજાય એમ નથી !!

જે પ્રેમમાં એકબીજાની ઈજ્જત હોય,
એ પ્રેમ હંમેશા સાચો જ હોય છે !!

સાચો પ્રેમ મળી જાય તો કદર કરજો,
બધાના નસીબમાં નથી હોતો.

મારા પ્રેમનો ઈઝહાર કંઈક આમ કરી દઉં,
તું આવે તો ચપટી સિંદુરથી તારી માંગ ભરી દઉં !!

બે જણ એક બીજાને ગમે તે લાગણી,
બે જણને એક બીજા વગર ના ગમે તે પ્રેમ !!

પ્રેમ ભલે એકતરફી હોય,
પણ ખબર તો બંનેને હોય !!

હોય નસીબ જેના સારા પ્રેમ એને મળી જાય છે,
બાકી જિંદગી તેના વગર ઝેર થઇ જાય છે !!

દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે,
નામ તારું આવતા જ દિલ રાહ ભટકે છે !!

Respect અને Care કરતા શીખો,
પ્રેમ આપોઆપ થઇ જશે !!

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ના કર,
હું અને તું એટલું કાફી નથી ?

આવે તો હંમેશા માટે આવજે,
એહસાન માટે આવવાની જરૂર નથી !!

Romantic gujarati love sahayari
Romantic gujarati love sahayari

અમસ્તુજ પુસ્તક નું નામ
મારી આત્મકથા રાખ્યું છે,
બાકી દરેક પાનાં ઉપર,
તારું જ નામ લખી નાખ્યું છે !!

પ્રેમના નિયમોને
હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું !!

દિલ લગાવવું મોટી વાત નથી,
દિલથી નિભાવવું મોટી વાત છે !!

ચહેરા પર મરવાવાળા શું જાણે,
દિલની ખુબસુરતી શું છે !!

કહીને કંઈ થોડો બતાવાય પ્રેમ,
અહેસાસ થાય તો કહેવાય પ્રેમ !!

હું તું અને થોડો સમય હોય,
આપણી વચ્ચે એવો પ્રેમ હોય !!

માનો કે ના માનો પણ એકતરફી પ્રેમ,
હંમેશા પ્રમાણિક અને સાચો હોય છે !!

આમ તો એક મુઠ્ઠી જેટલું દિલ છે મારું,
તો પણ ખબર નહીં તું આખેઆખી કેમ સમાઈ ગઈ !!

પ્રેમની રજૂઆત કરવામાં વાર ના કરશો,
જો નિભાવી ના શકો તો શરૂઆત ના કરશો !!

સાચો પ્રેમ કિસ્મતથી મળે,
મરજીથી નહીં !!

પ્રેમ એ નથી કે માત્ર પામીને જ કરી શકાય,
ક્યારેક ક્યારેક કોઈને મનથી ચાહીને પણ પ્રેમ કરી શકાય !!

મને ખબર નથી કેમ પણ જ્યારે જ્યારે,
તારો મેસેજ આવે ત્યારે ત્યારે મારા મુખ પર સ્મિત આવી જાય છે !!

તું પ્રેમ કરે છે તો જરા જતાવ તો ખરી,
ક્યારેક નિરાતે દિલની વાત બતાવ તો ખરી !!

જો કોઈના દિલ સાથે આપણું દિલ મળી જાય ને,
તો, પ્રેમ એકવાર નહીં પણ હજાર વાર પણ થાય છે !!

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગીઆખી, જો પરિણામ તું હોય તો !!

જો દર્દ નથી, તો સમજી લ્યો,
પ્રેમ પણ નથી !!

પ્રેમ ક્યાં એકલો મળે છે,
તે વિરહને સાથે લઈને આવે છે !!

મળી જાય તો કદર કરી લેજો,
જિંદગીમાં સાચા પ્રેમ કરવાવાળા
વારંવાર નથી મળતા !!

સપનું ના બનાવ તું મને એ ક્યાં પુરા થાય છે,
પડછાયો બનાવી લે મને એ ક્યાં જુદા થાય છે.

પ્રેમની સૌથી ટૂંકી વ્યાખ્યા,
એટલે વિશ્વાસ !!

કેટલાક લોકો દિલથી ખુબ સારા હોય છે,
એ નથી મળવાના છતાં એમને જ પ્રેમ કરવાનું મન થાય !!

જયારે જયારે દિલ તોડનારની Exit થાય છે,
ત્યારે ત્યારે દિલ જોડનારની Entry થાય છે !!

ક્યારેક જોતો ખરી મારી આંખોમાં,
અહીંયા દરિયો વહે છે તારી મોહબ્બતનો !!

અમે તો દોસ્તી જ કરેલી,
પણ પ્રેમ થઇ ગયો !!

એકલતામાં આમ તો કંઈ ઓછું નથી,
પણ જો તારો સાથ મળી જાય તો કંઈ ખોટું પણ નથી !!

Romantic gujarati love sahayari
Romantic gujarati love sahayari

તારી સંગત મારું કબુલાતનામું છે,
બસ, આટલું જ મારું વસિયતનામું છે..

હું ક્યાં કહું છું કે તું મને મળી જાય,
પણ ક્યારેય અજાણ્યા ના થઇ જઈએ
બસ આટલી ઈચ્છા છે મારી !!

તારા પ્રેમ માં મેં એક વાત શીખી છે,
તારા વગર આ દુનિયા ફીકી છે !!

શક નહીં પ્રેમ કરું છું,
તું કોઈ બીજાની ના થઇ જાય
બસ એ વાતથી ડરું છું !!

એકાદ હોય તો છુપાવી પણ લઉં,
આ પ્રેમના તો જોને પુરાવા હજાર છે !!

પહેલી નજરે પ્રેમ નહીં,
આકર્ષણ થાય છે સાહેબ !!

પ્રેમ કરવાની પરવાનગી ના હોય સાહેબ,
દિલ પર કબજો તો આંખથી થઇ જાય !!

રંગ જોઇને થતી મોહબ્બત આમ હોય છે,
પણ જે રગ રગમાં ઉતરી જાય એ ખાસ હોય છે !!

આકર્ષણ માટે ઘણા કારણો હોઈ શકે,
પ્રેમ માટે તો બસ એક કારણ જ કાફી છે !!

હવામાં ગુંજતા પ્રેમના સુર આવે,
મોહન મોરલી વગાડે ને રાધાના મનમા ચાહતના પુર આવે !!

શાયરી શું, આખી કવિતા લખી દઉં,
પણ શર્ત એટલી જ કે સામે તું બેઠી હોવી જોઈએ !!

પ્રેમ તો એક અહેસાસ છે,
વહેવાર નથી કે તું કર તો જ હું કરું !!

સપનામાં આવી જાય છે રોજ મારી રજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે છે મને કીધા વગર !!

પ્રેમમાં ને પ્રેમમાં સમય ક્યાં વિતિ જાય છે,
બસ એક મુલાકાત માટે આંખો તરસી જાય છે !!

પ્રેમ એટલે હું કોઈનું ના સાંભળુ,
જયારે તારી સાથે વાત કરતો હોવ !!

ખાલી લવ યુ કહેવાથી પ્રેમ ના થાય સાહેબ,
હૈયામાં હરખ હોવો જોઇએ કોઈની ચિંતા કરવાનો !!

કંઈ લખવું નથી તારી માટે આજે મારે,
બસ તું શું સમજે છે એ જોવું છે આજે મારે !!

જો કોઈ પૂછે કે તારું જીવન કેમ બદલાઈ ગયું,
હું કહું કે ભોળું છે હૈયું મારું તો લલચાઈ ગયું !!

બસ એટલી અસર છે મારા પ્રેમની,
જીવું તો અહીં છું પણ જીવ ત્યાં છે !!

પ્રેમ તો થઇ જાય છે,
કરવી તો બસ નફરત પડે છે !!

જ્યાં Respect અને Care બંને સાથે હોય,
ત્યાં Love પણ Unlimited હોય છે !!

પ્રેમ કરવો હોય તો
સહનશક્તિ પણ પૂરી રાખવી,
ખબર નહીં કોણ ક્યારે છોડીને જતું રહે !!

સાચું કહું તો તને દેખ્યા વગર મારું મન માનતું નથી,
અને તારી સાથે વાત કરવાની જીગર નથી ચાલતી !!

કંઇક તો તારી અને મારી વચ્ચે હોવું જોઈએ,
પછી એ તારી નફરત હોય તો પણ ચાલશે !!

શબ્દો ભલે ગમે એટલા હોય મારી પાસે,
પણ તારા સુધી નાં પહોંચે તો વ્યર્થ છે !!

Romantic gujarati love sahayari
Romantic gujarati love sahayari

મારા અસ્તિત્વ પર છે તારો જ અધિકાર,
તારો હસતો ચહેરો એ જ મારો તહેવાર !!

કોઈને કહીને પોતાનું ના બનાવી શકાય,
જેને પોતાનું બનવું હોય એ બની જ જાય છે !!

પ્રેમ એવા વ્યક્તિને કરો,
જે તમારી ભૂલ થાય ત્યારે
ગુસ્સે નહીં પ્રેમથી તમને સમજાવે !!

સાચું કહું તો તને જોયા વગર મારું મન નથી માનતું,
અને તારી સાથે વાત કરવાની જીગર નથી મારી !!

પહેલો પ્રેમ શીખવે છે કે પ્રેમ શું છે,
અને છેલ્લો પ્રેમ શીખવે છે કે જિંદગી શું છે !!

એકતરફી પ્રેમની પણ કેવી અજબ કહાની હોય છે,
એક તરફ કાચનું દિલ તો સામે પથ્થર હોય છે !!

તમે કોઈ વ્યક્તિનું દિલ
ત્યાં સુધી જ દુભાવી શકો છો,
જ્યાં સુધી એ વ્યક્તિ તમને પ્રેમ કરે છે !!

પ્રેમમાં હોય ત્યારે વાતો કરવા વિષય શોધવા નથી પડતા,
ફાલતું વાત પણ #Fabulous લાગે છે !!

મારા જેવા તો તને ઘણા મળ્યા હશે,
પણ મને તો બસ તું જ મળી !!

હસ્ત મેળાપ તો પાંચ મિનીટમાં પતિ જતો હોય છે,
મન મેળાપ થતા આખી જિંદગી પણ ટૂંકી પડે છે !!

ખેંચી લાવે છે વારંવાર એનો પ્રેમ મને,
નહીંતર મળ્યો તો ઘણીવાર છું હું એને છેલ્લી વાર !!

હું એક દરિયો છું અને તું જ મારો,
એક નો એક કિનારો !!

બધાની પર્સનલ લાઈફ હોય છે પણ,
મારે તો પર્સનલ પણ તું અને લાઈફ પણ તું !!

ઘણું લખવું છે મારે એના વિશે પણ ડરું છું,
કે મારા દિલની વાતો જાણીને એ મારાથી રિસાઈ ન જાય !!

કોઈને ચેહરા પરની સ્માઈલ
જયારે તમારી જવાબદારી થઇ જાય,
સમજી લો એની સાથે પ્રેમની શરૂઆત છે !!

વધારે કંઈ નથી જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારીતલાશ પૂરી થઇ જાય છે !!

કોણ કોને કેટલો પ્રેમ કરે છે એ એના કહેવાથી નહીં,
પણ એના વાણી અને વર્તન પરથી ખબર પડી જાય છે !!

પ્રેમ કરતા પણ વધારે પ્રેમ છે,
તારા પ્રેમમાં,જિંદગી તો જેમ જન્નત છે તારા પ્રેમ માં !!

મેં મૌન જાળવ્યું એના ગુસ્સા સામે,
આથી વધુ લાગણીઓનો ખુલાસો શું હોય !!

પ્રેમની જ્યાં કોઈ હદ નથી હોતી,
ત્યાં દર્દની પણ કોઈ હદ નથી હોતી !!

જ્યાં સાચો પ્રેમ હોય,
ત્યાં શક ક્યારેય ના હોય !!

પ્રેમ ક્યારેય સાચો કે ખોટો નથી હોતો,
હા પ્રેમ કરનાર કદાચ સાચા કે ખોટા હોઈ શકે !!

લાગણીઓને વળી કયાં કોઈ દ્વાર હોય છે,
જ્યાં મન મળે ત્યાં જ એને હરિદ્વાર હોય છે !!

માન્યું કે એ મારી સાથે વાત નથી કરતી,
પણ એના વિચારમાં રહેવું એ પણ નસીબની વાત છે !!

મારા માટે તો પ્રેમ એટલે,
મારા શ્વાસ પર તને આપેલો અધિકાર !!

1 2 3 4 5
Love Romance Valentine
Share. WhatsApp Facebook Twitter Pinterest
Next Article “વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

Related Posts

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Read More

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Read More

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Read More

Leave A Reply Cancel Reply

Latest Posts
Shayari

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Shayari

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Blog

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Blog

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Categories
  • Blog
  • Shayari
  • Wishes
About
About

I am Gujarati નો ઉદ્દેશ ગુજરાતીમાં શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડવાનો છે.આપણી માતૃભાષા ગુજરાતી માં અહીં ઉપલબ્ધ છે, આકર્ષક અને નવીનતમ શાયરી, કોટ્સ, સ્ટેટસ, વિશેષ શુભેચ્છાઓ, સુવિચાર, જોક્સ અને ગમ્મત સાથે જ્ઞાન.

Facebook Twitter Instagram Pinterest
© 2025 Imgujarati.

Type above and press Enter to search. Press Esc to cancel.

EASILY TYPE IN GUJARATI NOW

OPEN WEBSITE