પ્રેમ શાયરી
પ્રેમ સંબંધ માં લાગણીઓને શેર કરવા માટે જો તમે કેટલાક સુંદર પ્રેમાળ શબ્દો શોધી રહ્યાં હોવ તો તમે અર્થપૂર્ણ પ્રેમ શાયરીનો ઉપયોગ કરીને તે કરી શકો છો. અમે અહીં કેટલીક શ્રેષ્ઠ અને સુંદર પ્રેમ શાયરી નું સંકલન અને સંગ્રહ કર્યો છે, જે અમને વિશ્વાસ છે તમને ખૂબજ પસંદ આવશે.
આપ અહીં પ્રસ્તુત પ્રેમ શાયરી ને તમારા પ્રિય વ્યક્તિ જોડે શેર કરીને વેલેન્ટાઈન દિવસ ને એક ખાસ દિવસ બનાવી શકો છો.વેલેન્ટાઈન ડે પર વધુ માહિતી માટે કૃપા કરીને અમારી નીચે જણાવેલ પોસ્ટ વાંચો.

પ્રેમ કરવો જરૂરી નથી,
પ્રેમ કરતા રહેવું જરૂરી છે !!
સૌપ્રથમ મારું હૃદય તારું થયું,
એ પછી જે કંઇ થયું સારું થયું.
બસ મારી એક વાત હંમેશા યાદ રાખજે,
આંખ તારી હોય કે મારી બસ આંસુ ના હોવા જોઈએ !!
પ્રેમ કરવો જરૂરી નથી,
પ્રેમ કરતા રહેવું જરૂરી છે !!
પ્રેમ એટલે જ્યાં પણ જઉં ત્યાં,
પળે પળે અનુભવાતી તારી કમી !!
પ્રેમ એટલે,
દુર હોવા છતા પણ એનું મારા દિલમાં રહેવું !!
પ્રેમ જો દિલથી કર્યો હોય ને તો,
પળભર કરેલી વાતો પણ આજીવન યાદ રહી જાય છે !!
નથી કોઈ કારણ છતા વરસી જાઉં છું,
તને જોઉં છું ને હું થોડો બહેકી જાઉં છું !!
જો કોઈના દિલ સાથે આપણું દિલ મળી જાય,
તો પ્રેમ એકવાર નહીં હજારવાર પણ થાય છે !!
એક દિવસની વાત તો દુર રહી પગલી,
તારા વગર તો એક પળ પણ નથી રહી શકતો હું !!
ભલે તારા રૂપ પ્રત્યે આકર્ષણ છે,
પણ પ્રેમ તો તારા હૃદય સાથે જ છે !!
પ્રેમમાં છોકરી માટે જાન આપો કે ના આપો,
પણ એને માન જરૂર આપજો !!
પ્રેમ એટલે એકબીજાને,
એકબીજાથી વધારે સુખ
આપવાની હરીફાઈ !!
પ્રેમ પણ એક તહેવાર બની જાય છે,
જયારે પવિત્ર એના વ્યવહાર બની જાય છે !!
એકે છોડવાનું તો બીજાએ સ્વીકારી લેવાનું,
એનું નામ પ્રેમ !!
ઓળખ્યા વિના થયેલો પ્રેમ,
હંમેશા ઓળખાણ આપતો જાય છે !!
ખુબ સહેલું છે કોઈકને ગમી જવું,
અઘરું તો છે સતત ગમતા રહેવું.
કયારેક ક્યારેક તું એવું કરી લે ને,
મારી શાયરી છોડીને મારું દિલ વાંચી લે ને !!
ધડકનોની એક વાત ખુબ જ ખાસ છે,
ચહેરા તો એ લાખો જોશે પણ ધબકશે તો કોઈ એક માટે જ !!
પ્રેમ કદાચ જીવંત ના રહે,
પણ જીવતો તો રહે જ છે હ્રદયના કોઈ ખુણામાં !!

પ્રેમ એવા વ્યક્તિને કરજો,
જે તમને મળવા માટે નહીં,
જોવા માટે પણ તરસી પડે !!
હું એટલે તારા કાલ્પનિક પ્રેમનો,
વાસ્તવિક પ્રેમી !!
પ્રેમ તો પ્રેમ છે,
પછી અધુરો શું અને પૂરો શું !!
પ્રેમના નામે ગુલાબ આપવું સહેલું છે,
ગુલાબ જેવા કોમળ હૃદયને સંભાળવું અઘરું છે !!
ના કમ થશે ના ખતમ થશે,
આ પ્રેમ છે ગાંડી આતો હર પલ થશે !!
પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની જીદ હોવી જોઈએ !!
મારી આંખોમાં બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાયનું બીજું બધું ઝાંખું દેખાય છે.
નજરથી નજર મળી તો પૂછે કેમ છે,
નજર ઝુકે અને હસે તો સમજો પ્રેમ છે !!
કેટલા ખુશનસીબ હોય છે એ લોકો,
જેમનો પ્રેમ હસ્તમેળાપ સુધી પહોંચે છે !!
હસતી આંખો સાથે શરુ થયેલો પ્રેમ,
હંમેશા રડતી આંખો સાથે જ પૂરો થાય છે !!
મફતમાં પ્રેમ નથી મળતો અહીંયા,
એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે !!
લોકો વ્યક્તિને જોઇને પ્રેમ કરે છે,
મેં પ્રેમ કરીને વ્યક્તિઓને જોઈ લીધા !!
ક્યારેક જો તો ખરી મારી આંખોમાં,
અહીંયા દરિયો વહે છે તારી મોહબ્બતનો !!
મિલાવી આવ્યો શું એની આંખોમાં મારી આંખ,
શહેર આખું કેહવા લાગ્યું, પીવાનું જરા ઓછું રાખ !!
એકવાર હાથ પકડી લે મારો,
અંધારા માં રહીને પણ તને અજવાળામાં રાખીશ !!
વિશ્વાસ અને પ્રેમ આ બંને એવા પારેવા છે,
જો બંનેમાંથી એક ઉડી જાય તો બીજું આપોઆપ ઉડી જાય !!
મારું-તારું આપણું બની જાય,
બસ તેનું નામ પ્રેમ !!
હું એનો થોડો થોડો,
અને એ મારું બધું જ !!
કોઈને સવારે મળવાનું હોય,
અને આખી રાત ઉંઘ ના આવે એનું નામ પ્રેમ !!
થોડુંક કાચું છે, થોડુંક પાકું છે,
તને નથી સમજાયું, પણ મારાં પ્રેમનું ગણિત સાચું છે !!

બે શબ્દ પ્યારના પણ કેવી કમાલ કરે છે,
લાગે છે દિલ પર ને ચહેરા મલકાવી દે છે !!
જિંદગીમાં એકવાર જ થાય છે પ્યાર,
જો નિભાવી શકો તો જ કરજો તમે યાર !!
એક મનગમતી આંખ કંઇક એ રીતે સલામ કરી ગઈ,
જિંદગી મારી તેના નામ કરી ગઈ !!
પ્રેમ ભલે પળભરનો હોય,
પણ એનો અહેસાસ આખી જિંદગી
યાદ રહી જાય છે !!
પ્રેમ એટલે ૧૦૦ વાર બાય કીધા પછી પણ,
૧ કલાક ફોન ના મુકવો !!
વધારે કંઈ નથી જાણતો હું પ્રેમ વિશે,
બસ તને સામે જોઇને મારી તલાશ પૂરી થઇ જાય છે !!
આજે શબ્દો નથી મારી પાસે,
આજે મારા મૌનને સમજી લેજે !!
પ્રેમ ભલે આંધળો હોય,
પણ એ જ પ્રેમ માણસને જીવનમાં
ઘણું બધું શીખવાડી દે છે !!
પ્રેમનો અર્થ ડીક્ષનરીમાં નહીં, પણ હૃદયમાં હોય છે !!
રૂપનું શું કામ છે સાચા પ્રેમમાં,
આંખ જો મજનૂની હોય તો લૈલા સુંદર જ લાગે !!
પ્રેમ ફક્ત સાત ફેરા સુધી નહીં સાહેબ,
સાત જનમ સુધી અતુટ રહેવો જોઈએ !!
બીજી બધી મોજ તો રોજ છે,
બસ ખાલી એક પ્રેમની ખોજ છે !!
સમજુતી સોદામાં હોય છે,
પ્રેમમાં તો ફક્ત સમર્પણ હોય છે !!
પ્રેમનો જ તો આ રીવાજ હોય છે,
એક બીમાર તો બીજો એનો ઈલાજ હોય છે !!
તારા વિના દરબદર ભટકે છે,
તારા સિવાય ક્યાં આ દિલ ક્યાંય ટકે છે !!
શાયરી તો એક દિલની કહાની છે સાહેબ,
જે એક દિલ બીજા દિલની યાદમાં લખે છે !!
લાગણીઓ નાં પડે પ્રતિબિંબ એવા દર્પણ શોધું છું,
કહ્યા વીના સમજી જાય એવાં સગપણ શોધું છું..!!
ખબર નહીં શું લાગણી
બંધાઈ છે એની સાથે,
કે આ દિલની માંગણીઓ
બસ વધતી જ જાય છે !!
તમે કોઈ સાથે વાત કરતા કરતા બીજા લોકો ને ભૂલી ને,
એમની જ વાતો માં ખોવાઈ જાઓ બસ એનું નામ જ પ્રેમ !!
એણે પૂછ્યું વગર વિચારીયે શું કામ કરો છો..?
મેં કહ્યું તારા ઉપર વિશ્વાસ !!

રેતમાં હોત તો ભુસીયે નાખત,
પણ તમે તો જિંદગીમાં પગલા પાડી બેઠા !!
ચાલો ભુલાવી જ દો મને, અજાણ્યા થઈને ફરી મળીશું,
પહેલી નજરે ફરી પ્રેમ ના થાય તો કેજો !!
પ્રેમ બેહદ હોવો જોઈએ,
અધુરો કે પૂરો એ તો પછીની વાત છે !!
એક પ્યાર કા નગમા હૈ,
જિંદગી ઓર કુછ ભી નહી તેરી મેરી કહાની હૈ !!
સાચા પ્રેમમાં ક્યારેય બ્રેકઅપ નથી થતું,
બ્રેકઅપ તો ખાલી ટાઈમપાસમાં થાય છે !!
એક લીટીમાં તારું વર્ણન કરું તો,
તને જોઈને પાગલ પણ પાગલપણું ભૂલી જાય !!
હું કહું ને તમે આપો તો માગણી જેવું લાગે,
માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે.
મિત્રતા પ્રેમમાં જરૂર બદલાઈ શકે,
પણ પ્રેમ પાછો મિત્રતામાં ક્યારેય ના બદલાઈ શકે !!
પ્રેમને જરાક સાચવીને પીરસજો,
સાચો પ્રેમ બધાને પચતો નથી !!
શું નામ આપું તારા સબંધનું,
જયારે કઈ નથી હોતું ત્યારે તું હોય છે,
જયારે બધું હોય છે ત્યારે તારી જ કમી હોય છે !!
માન હોય એના પ્રત્યે પ્રેમ હોવો જરૂરી નથી,
પણ પ્રેમ હોય એના પ્રત્યે માન હોવું જરૂરી છે !!
કોઈને ખોવાના વિચાર
માત્રથી જો રડવું આવી જાય,
બસ એનું નામ જ સાચો પ્રેમ !!
પ્રેમ એટલે દિલથી અપાતું માન,
અને માન એટલે દિમાગથી અપાતો પ્રેમ !!
માણસ શાયરી ક્યારે લખે ખબર છે ?
કાતો કોઈને જોઇને કાતો કોઈને ખોઈને !!
પ્રેમ આપવો હોય તો આપો બાકી ઉપકાર નથી જોઈતો,
દિલથી આપો એટલે બહુ થયું લેખિત કરાર નથી જોઈતો !!
થોડી નારાજગી ને થોડો ગુસ્સો પણ છે,
પણ તારી સાથે પ્રેમ આજે પણ છે !!
આપણી વચ્ચે કંઇક છે,
કંઇક હું કહીં નહીં શકું અને
કંઇક તું સમજી નહીં શકે !!
હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ,
પણ આંખ મીંચું તો પાંપણ સુધી તો આવ.
કોઈ પાંખડીથી પણ ખુશ છે,
ને કોઈને ગુલદસ્તો પણ ઓછો પડે છે !!
પ્રેમ પણ એની સાથે થયો,
જેને એનો અહેસાસ પણ નથી !!

રડાવીને મનાવી પણ લે એને પ્રેમ કહેવાય પણ,
રડાવીને પોતે પણ રડી પડે એને સાચો પ્રેમ કહેવાય !!
તું પાસે નહીં હોય ત્યારે miss કરીશ,
આજે બસ તને આટલું જ promise કરીશ !!
પ્રેમ છે કે નહીં ખબર નથી મને,
પણ તને કંઈ થાય તો થોડી
તકલીફ મને પણ થાય છે !!
ચાર મિનીટ વાત કરવા માટે ચોવીસ
કલાક સુધી હસતા હસતા રાહ જોઈ શકે,
એ જ વ્યક્તિ કોઈને પ્રેમ કરી શકે !!
દિલની ભાષા આંખોમાં હોય છે,
એને ઉકેલવી અઘરી હોય છે !!
તારા વગરની રાત મારે ના જોઈએ,
સપનામાં તો બસ તું જ જોઈએ !!
આકર્ષિત પ્રેમમાં જ સૌથી વધુ બખેડા થતા હોય છે,
બાકી સાચો પ્રેમ તો એકબીજાને જોવામાં જ પૂરો થઇ જાય છે !!
પ્રેમનો સાચો મતલબ તો નથી ખબર મને,
પણ તારી સાથે જિંદગીભર રહેવું એવી ઈચ્છા છે !!
તારું જયારે મારું થઇ જાય,
ત્યારે પ્રેમ ખરા અર્થમાં સાર્થક થઇ જાય !!
એકબીજા સાથે નાની નાની વાતો પણ Share કરો,
પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય !!
પ્રેમ એક ફૂલ છે,
અને એ ફૂલની ખુશ્બુ તમે છો !!
આમ તો ઘણું હોય છે નજર સામે,
પણ દિલને તો દુર હોય એ જ ગમે છે !!
સ્નેહની સાંકડી શેરીમાં
તું અને હું માટે જગ્યા જ ક્યાં છે,
ત્યાં તો જવું પડે ફક્ત આપણે થઈને !!
નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી,
એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.
તું ભલે મને હેરાન કરે,
હું તો તને પ્રેમ જ કરીશ !!
રૂપ પર મરી જનાર ઘણા પડ્યા છે,
મને તો બસ એમના સુંદર દિલ સાથે પ્રેમ છે !!
નથી જોઈતી મારે દુનિયાની આ દોલત,
જોઈએ છે તો મારે તારા પ્રેમની એક મોહલત !!
જયારે જયારે તને જોવ છું પ્રેમ તારાથી થાય છે,
ઉઠાવું હું પછી કાગળ અને કંઈક લખવાનું મન થાય છે !!
જો પ્રેમ સાચો હોય ને સાહેબ,
તો Distance થી કોઈ ફરક નથી પડતો !!
તમે દુર જાઓ તો બેચેની મને થાય છે,
મહેસુસ કરીને જુઓ પ્રેમ આમ જ થાય છે !!