Gujarati Love Shayari 2 Line
તમારી લાગણીઓ વિશે લાંબા શબ્દસમૂહો લખવાને બદલે, પ્રેમીઓ ખૂબ ગહન અર્થ સાથે ટૂંકી લવ શાયરી શેર કરવાનું પસંદ કરે છે. અહીં પ્રકાશિત કેટલીક સુંદર લવ શાયરી ગુજરાતી, જે તમે વાંચી અને આગળ શેર કરી શકો છો.
જેમને પ્રેમ કરો છો એમને જલ્દી જણાવી દેજો,
ક્યારેક રાહ જોવામાં બહુ મોડું થઇ જતું હોય છે !!
પ્રેમ એટલે તારી બે સેકંડની એક ઝલક જોવા માટે,
બગડતો મારા બે કલાકનો સમય !!
રૂપ ભલે તમે રૂપિયાથી માણી શકો સાહેબ,
બાકી પ્રેમ માણવા તો પ્રેમી જ બનવું પડે !!
દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે !!
નાજુક હ્રદયને કાયમ બોજ ન આપી શકું,
પ્રેમ છે જ એના પુરાવા રોજ ન આપી શકું !!
એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને,
મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા..!!
ના હું કવિ ના મારી કોઈ કવિતા,
હું છું કૃષ્ણ ને તું જ મારી રાધિકા !!
જ્યાં સાચો Love હોય ત્યાં Breakup ના હોય,
ત્યાં તો રીસામણા અને મનામણા હોય !!
પ્રેમ હોય તો ઝગડો પણ થાય,
બાકી વગર પ્રેમે તો વાત પણ ક્યાં થાય છે !!
લાખ પ્રયત્નો કરવા છતાં,
કોઈ વ્યક્તિને ભૂલી ન શકાય કે નફરત ના કરી શકાય,
એ જ સાચો પ્રેમ છે !!
પ્રેમ તો હજી પણ છે,
બસ ખાલી કહેવાનું છોડી દીધું !!
એક તું હતી, છે અને તું જ રહીશ,
અને એવો જ રહેશે મારો પ્રેમ !!
એવું નથી કે હું દુનિયાથી ડરું છું,
પણ કહેવું સરળ નથી કે હું તને પ્રેમ કરું છું !!
પ્રેમ કરવા વાળા ભલે જુદા થઇ જાય,
પણ દિલમાં વસેલી મોહબ્બત ક્યારેય ભુલાતી નથી !!
મારી સાથે બહુત પ્રેમથી વાત ના કરો,
મારું નાદાન દિલ પ્રેમ કરી બેસશે તમને !!
પ્રેમ કરવાના તો લાખો પ્રકાર છે,
અને લાખોમાં એક મારો પ્રેમ છે !!
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે !!
આમ તો નજરને નજર બધું આવે છે,
પણ નજર એના પર જઈને જ અટકે છે,
જે એને પસંદ આવે છે !!
ચાલને મળીએ કોઈપણ કારણ વિના,
રાખીએ સંબંધ કોઈપણ સગપણ વિના !!
એક જ જોઈએ છે,
પણ એ Permanent
જોઈએ છે મારે !!
કોઈકને હદથી વધારે પ્રેમ કર્યો હોય ને,
એને ભૂલવું આસાન નથી હોતું !!
મોહલ્લાની મોહબ્બત પણ મજાની હોય છે,
ચાર ઘરની દુરી અને વચ્ચે સમંદર હોય છે !!
અમુક લોકો કહે છે કે હું જેને પ્રેમ કરું છું એ ચાંદનો ટુકડો છે,
પણ હું કહું છું કે હું જેને પ્રેમ કરું છું ચાંદ એનો ટુકડો છે !!
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!
વિખેરાઈ જઈને પણ નવી શરૂઆત થઇ શકે છે,
મૌન ધારણ કરીને પણ પ્રેમની વાત થઇ શકે છે !!
દુર રહેલો પ્રેમ,
હદમાં પણ લાજવાબ હોય છે !!
જ્યારે કોઈ તમારા પર હક જતાવવા લાગે,
તો સમજી લેજો એ વ્યક્તિ તમને ચાહવા લાગી છે !!
શરીરથી પ્રેમ કરવાવાળા તો હજારો મળશે,
પણ મને તો તલાશ આત્માને પ્રેમ કરે એની છે !!
તારી સાદગીમાં તારો શણગાર છે,
તું જેવી છે એવી જ ગજબ છે !!
કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી કરતી,
હોઠોથી ખોટું બોલેલું આંખોથી પકડાઈ જશે !!
તમને હસતા જોઇને એવું લાગે છે કે,
મેં દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ જોડે પ્રેમ કર્યો છે !!
પરિણામની ખબર તો મીરાંને પણ હતી,
પણ વાત પ્રેમ નિભાવવાની હતી !!
પ્રેમ તો બધાને પૂરો જ થાય છે,
બસ હંમેશા સાથે જીવવાની ઇચ્છા જ અધુરી રહી જાય છે !!
મુલાકાત થઇ જે દિવસથી તારી સાથે,
લાપતા છું તે દિવસથી મારી જાત સાથે !!
પ્રેમ એ ખુશીનો અહેસાસ છે,
જે તું મારી પાસે બેસે ત્યારે જ અનુભવાય છે.
કબુલ છે ભલે મને વિદાઈ આપી દે તું,
બસ આ જિંદગી નીકળી જાય એટલી યાદ આપી દે તું !!
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!
એવું નથી કે હું દુનિયાથી ડરું છું,
બસ કહેવું સરળ નથી કે હું તને પ્રેમ કરું છું !!
ચાહવું મને એ તારી ફરજ નહોતી,
પ્રેમ થાય તને પણ એવી કોઈ શરત નહોતી !!
નશો હોત તો ઉતારી દેત,
પ્રેમ હતો ચડતો જ ગયો !!
તારી સુંદરતા અધુરી છે મારા શબ્દ વિના,
અને મારા શબ્દો અધૂરા છે તારી વાહ વિના !!
પ્રેમનું કોઈ ઔષધ શોધાય તો ઠીક છે,
બાકી પ્રિયતમના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો !!
પ્રેમ માત્ર બે વસ્તુ જ માંગે છે,
એક ઈજ્જત અને બીજી કદર !!
કોઈ સાથે પ્રેમમાં પડવું તો સાવ સહેલું છે,
પણ અંત સુધી કોઈના પ્રેમમાં રહેવું અઘરું છે !!
મરવા માટેના ઘણા કારણો છે,
પણ જીવવાનું એક જ છે તું !!
મને તારા I Love You કરતા I Hate You બહુ ગમે છે,
કેમ કે દિલની સાચી લાગણીઓ તો નફરતમાં જ છે !!
તારા દિલને મારા દિલ સાથે જોડી દે,
બાકી બધું મારા પર છોડી દે !!
રહેવા દે એક મુલાકાત ઉધાર આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય એને લોકો ભૂલતા નથી !!
કદાચ ગમે એટલો કરો તોયે,
ઓછો કે અધુરો રહી જાય એનું નામ જ પ્રેમ !!
ખબર નહીં એવો શું સંબંધ છે અમારી વચ્ચે,
લાગે છે વર્ષો જુનો કોઈ અધુરો કિસ્સો છે !!
નજર મળી હતી તારી સાથે રમતમાં,
એ જ નજર પછી ફેરવાઈ ગઈ ચાહતમાં !!
તું જ મારો અંત અને તું જ શરૂઆત,
આનાથી વધારે શું કરું હું મારા પ્રેમની રજૂઆત !!
પ્રેમની કોઈ ભાષા ના હોય,
અને દરેક પ્રેમિકા કંઈ રાધા ના હોય !!
હું ક્યાં કહું છું કે મને પ્રેમ કરવા દે,
મને પ્રેમ છે એવો વહેમ તો રહેવા દે !!
ચાલુ છું તો એકલો જ હું,
પણ તું દોડતી આવીશ એ આશ સાથે !!
બસ એ દાખલો જ મને ના આવડ્યો,
કે તારી બાદબાકી પછી શું વધે મારામાં !!
તું જ મારો અંત અને તું જ મારી શરૂઆત,
બસ આનાથી વધારે શું કરું મારા પ્રેમની રજૂઆત !!
સાચવું છું રોજ મારી જાતને તારા માટે,
કેમ કે હું જાણું છું તું જીવે છે ફક્ત મારા માટે !!
લોખંડની સાંકળથી બંધાયેલ માણસ છૂટી શકે,
પણ પ્રેમના તાંતણે બંધાયેલ માણસ ક્યારેય છૂટી ના શકે !!
જેની સાથે તમને પ્રેમ છે એની સાથે,
લગ્ન કરવાનો જો વિચાર ના આવે
તો સમજવું કે પ્રેમ નહીં આકર્ષણ છે !!
આવજો કહ્યા પછી પણ કલાક વાત થાય,
બસ સમજી લો દોસ્તો પ્રેમની શરૂઆત ત્યાંથી જ થાય.
તમારી લાગણીઓ જ જો અખૂટ હોય,
તો પછી I Love You ની ક્યાં જરૂર જ છે !!
ના કોઈના પર મરું છું કે ના કોઈનાથી ડરું છું,
બસ એક પાગલ છોકરો છે જેને હું પ્રેમ કરું છું !!
કોણે કહ્યું કે તમે અને અમે નોખા છીએ,
અરે તમે કંકુ અને અમે ચોખા છીએ.
હું લાગણીનો માળો રચું,
તું પ્રેમના ટહુકા મુકીશ ?
તું પ્રહાર કર કે પ્રેમ,
ઘાયલ તો હું બંનેમાં થવાનો !!
જયારે કોઈનાથી પ્રેમ થઈ જાય છે ને,
ત્યારે એની ખોટી વાતો પણ સાચી લાગવા લાગે છે !!
જે પોતાની ભૂલ માનીને એકબીજાને માફ કરી દે,
કસમથી એ લોકોનો પ્રેમ ક્યારેય ઓછો નથી થતો !!
ફક્ત દિલની સફાઈ માંગે છે,
પ્રેમ ક્યાં પંડિતાઈ માંગે છે !!
એક જ વાત હોય છે પ્રેમ માં,
દિલ પોતાનું અને રાજ બીજાનું !!
પ્રેમ માટે નમવું એ કાઈ ખરાબ વાત નથી,
ચમકતો સુરજ પણ ડૂબી જાય છે ચાંદ માટે તો !!
સપનામાં પણ વિચાર્યું નહોતું કે,
આટલો પ્રેમ થઇ જશે તારી સાથે,
પણ પ્રેમ કંઈ પૂછીને થોડો થાય છે !!
પ્રેમની જરૂરીયાત તો બધાને હોય છે,
પણ પ્રેમની કદર માત્ર કોઈક ને જ હોય છે !!
સાચો વ્યક્તિ ક્યારેય છોકરીની સુંદરતા જોઇને પ્રેમ નથી કરતો,
પરંતુ તે જે છોકરીને પ્રેમ કરે છે તેના જીવનને સુંદર બનાવી દે છે !!
સાથ તો હું પણ નિભાવીશ તારો હંમેશા,
જો તું મારા તન કરતા મનને વધુ ચાહીશ !!
જરાય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હૃદયની લાગણીઓ અંધ છે !!
આમ જો કહેવા બેસું તો યુગો વીતી જશે,
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે !!
પ્રેમ ખોટો હોઈ શકે,
પણ પ્રેમમાં નીકળેલા આંસુ
ક્યારેય ખોટા નથી હોતા !!
પ્રેમ હંમેશા અનુભવીને જ થાય,
ચહેરો જોઇને તો માત્ર પસંદગી થાય !!
પ્રેમ માત્ર પ્રેમ માંગે છે,
કોઈની મહેરબાની નહીં !!
જેમનું જોડાણ દિલથી હોય,
એમને શરીરના જોડાણની
જરૂર નથી પડતી સાહેબ !!
તારું માનવું ના માનવું અલગ વસ્તુ છે,
પણ પ્રેમ છે એ તો હકીકત છે !!
જિંદગીમાં પ્રોબ્લેમ તો હજારો હોય છે,
પણ પ્રેમનો સાથ મળે તો બધું આસાન લાગે છે !!
કમાલ છે ને શ્વાસ મારો પ્રેમ મારો જિંદગી મારી,
પણ આ બધાના અસ્તિત્વ માટે તોય જરૂરત તારી !!
પ્રેમ એટલે દિલથી અપાતું માન,
અને માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ.
મારા હરખનો ભેદ ખોલું,
તું કહે તો તારું નામ બોલું !!
હું તને ગમું કે ના ગમું,
પણ તું મને ખુબ જ ગમે છે !!
જીવનમાં એક વ્યક્તિ તો એવી ખાસ હોય છે,
જેની રોજ એક ઝલક જોવાની દિલને આશ હોય છે !!
જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી,
ભળી જાય પછી દેખાય નહીં પણ સ્વાદ જરૂર આવે.
પ્રેમ એટલે તારા વિશે લખતા,
મારું ક્યાંક ખોવાઈ જવું.
પ્રેમને થોડો સમય આપો,
સંબંધ આપમેળે બની જશે !!
પ્રેમની તો મને ખબર નથી,
પણ જે લાગણી તારી સાથે છે એ કોઈની સાથે નથી.
ઉઠાવ એક કાગળ અને એમાં પ્રેમ લખ,
ભલે ખોટો તો ખોટો મારા નામે વહેમ લખ !!
પ્રેમ કરો તો એવો કરો,
કે તમે નહીં પણ એ તમને ખોવાથી ડરે !!
સાચા પ્રેમ માં મોઘા ગીફટની જરૂર નથી હોતી પણ,
ઈજ્જત, પ્રેમ અને અહેસાસ જ જરૂરી છે !!