• Home
  • Shayari
  • Blog
  • Wishes
Facebook Twitter Instagram
See our new posts
  • વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો
  • “ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી
  • “વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !
  • 500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી
Saturday, May 31
I am GujaratiI am Gujarati
  • Home
  • Shayari
  • Blog
  • Wishes
I am GujaratiI am Gujarati
Home » 500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી
Shayari

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Facebook WhatsApp Twitter Telegram Pinterest

પ્રેમ એટલે બે યુવા દિલો નું આત્મા સાથે નું મિલન જેમાં અખૂટ લાગણી સાથે વિશ્વાસ અને ગમે તેવા સંજોગો માં પણ એક બીજાનો જન્મો જન્મ નો સાથ.
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન.બે જણ એકબીજાને ગમે તે લાગણી, બે જણને એકબીજા વગર ના ગમે તે પ્રેમ ! પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને, વધુ સુખ આપવાની હરીફાઈ !!

પ્રથમ પ્રેમ થતાની સાથે જ આખી દુનિયા ખૂબ જ સારી અને દુનિયા સુંદર લાગવા લાગે છે. પ્રેમ આપણું જીવવાનું અને વિચારવાનું બદલી દે છે. પ્રેમ માં કઈ પ્રાપ્ત કરવા કરતા ત્યાગ દેવાનું મન વધારે કરે છે. કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી,કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.

આકર્ષણ થી શરુ થયેલો પ્રેમ સંબંધ ક્યારેક જલ્દી થી સમાપ્ત થાય જાય છે પણ, સમજણ સાથેનો પ્રેમ જિંદગી ભર રહે છે તેથી યોગ્ય જીવન સાથી ની પસંદગી એ ખૂબજ અનિવાર્ય છે.

પ્રેમ એ માત્ર પ્રેમી અને પ્રેમિકા નો સંબંધ નથી, પતિ પત્ની પણ એક બીજાને સમજણ પૂર્વક નો પ્રેમ અખૂટ લાગણી સાથે જીવન ના અંત સુધી કરતા હોય છે. મિત્રો, અહીં પ્રસ્તુત Love Shayari Gujarati, પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકા માટે ખૂબજ ઉપયોગી છે જેને શેર કરીને એક બીજા પ્રત્યે નું લાગણી સભર સમર્પણ વ્યકત કરી શકો છો. Lovers માટે અમે અહીં ખાસ કરીને Diku Love Shayari Gujarati પ્રસ્તુત કરી છે જે આજના કપલ માં ખૂબજ ટ્રેન્ડિંગ છે.

આજના આ ડિજિટલ યુગ માં એક બીજા પ્રત્યે ની લાગણી વ્યક્ત કરવા માટે વિવિધ પ્રેમ શાયરી ઉપલબ્ધ છે જેમાં થી અમે સર્વશ્રેષ્ઠ Gujarati Love Shayari રજુ કરી છે, જે આપ તમારી મનગમતી વ્યક્તિ સાથે શેર કરીને તમારા પ્રેમ નો એકરાર વધુ સુંદર રીતે કરી શકો છો.

Gujarati love shayari
Gujarati love shayari

દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં !!

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!

પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો !!

દિલ જ્યાં હોય ને ,
ત્યાં કોઈ Deal ના હોય !!

દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે !!

પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય !!

તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ !!

હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું !!

ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

Gujarati love shayari
Gujarati love shayari

ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી મૌસમ આવી રહી છે !!

હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા !!

કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે !!

હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.

આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું !!

આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું !!

જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે !!

હું જાન બચાવીને રાખું છું એક જાન માટે,
ખબર જ ના પડી ક્યારે આટલો પ્રેમ થઈ ગયો,
એક અંજાન માટે. !!!

તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે !!

તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા !!

Gujarati love shayari
Gujarati love shayari

પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહી,
પ્રેમ એટલે એકબીજા નાં શ્વાસ માં જીવવું !!

મારી જિંદગી પર તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,
રા માટે આખી દુનિયા તમે છો !!

જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે !!

મારું-તમારું આપણું બની જાય,
તેનું નામ પ્રેમ. !!

દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે !!

ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,

ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે !!

પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!

પ્રેમની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે,
પણ કેટલીકવાર ફ્રેન્ડશીપનો અંત
પ્રેમના કારણે થાય છે !!

Radha Krishna love shayari gujarati
Radha Krishna love shayari gujarati

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના !!

લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!

પ્રેમમાં હોઠ નહીં,
હૈયું એક થવું જોઈએ !!

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે !!

જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું !!

થોડુક કાચું અને થોડુક પાકું છે,
પણ મારા પ્રેમનું ગણિત સાચું છે !!

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું !!

ચોખ્ખું ગણીત છે, તું બાદ તો જિંદગી બરબાદ !!

એક સપનું તારી સાથે જીવવાનું છે,
બાકી મને ખબર છે કે,
મરવાનું તો એકલા જ છે !!

Gujarati love shayari
Gujarati love shayari

પ્રેમ નું ગણિત તો અગણિત છે સાહેબ,
સમજાય તો અનંત ના સમજાય તો શૂન્ય !!

હૃદયના ધબકારને સાચવીને રાખ્યો છે,
ક્યારેક એ અણધારી મુલાકાત કરે તો ?

ફરિયાદ તો બસ ખુદથી છે,
તારાથી તો હંમેશા પ્રેમ જ રહેશે !!

લાગણીને માપવાથી નહિ,
આપવાથી વધે છે !!

વિચાર્યા વિના થઇ જાય એ પ્રેમ છે,
વિચારીને થાય એ તો એક ગેમ છે !!

પ્રેમ એ નથી જે એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ સુધારીને સાથ દે !!

કોઈનો ચહેરો સુંદર હોવો જરૂરી નથી,
પણ પ્રેમમાં દિલ સુંદર હોવું જરૂરી છે !!

હદ તો માત્ર સરહદને હોય,
બાકી પ્રેમ તો અનહદ જ હોય !!

દિમાગથી કરેલા પ્રેમ કરતા,
દિલથી કરેલી નફરત વધુ સારી હોય છે !!

ઝૂકીને તારી આગળ આજે હું ઈઝહાર કરું છું,
ઓયે પાગલ હું તને બહુ જ પ્રેમ કરું છું !!

Gujarati love shayari
Gujarati love shayari

નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે !!

કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ ગમતો રહે એ પ્રેમ છે !!

એમ તો ક્યાં કોઈનું થવાય છે,
પણ થવાય છે ત્યારે પોતાનું
પણ ક્યાં રહેવાય છે !!

મનગમતું જીવનસાથી મેળવવું એટલું અઘરું નથી,
જેટલું એને આખું જીવન મનગમતું રાખવું.

જેના ચહેરા પરની Smile તમારી જવાબદારી થઈ જાય,
સમજી લો એની સાથે પ્રેમ ની શરૂઆત છે !!

દિલમાં સાચો પ્રેમ હોવો જોઈએ,
બાકી ચહેરા તો બધાના સુંદર જ હોય છે !!

મને થઈ ગઈ છે પ્રેમની બીમારી,
સવાર બપોર સાંજ હવે જરૂરત છે તારી !!

ગુલાલનો રંગ તો ઉડી જાય સાહેબ,
એકવાર પ્રેમના રંગનો અનુભવ કરી જુઓ !!

નથી જોઈતી મારે દુનિયાની દોલત,
જોઈએ છે તો મારે તારા પ્રેમની એક મોહલત !!

કેટલા ભાગ્યશાળી હોય છે એ લોકો,
જેનો પ્રેમ જ એનો જીવનસાથી હોય છે !!

Gujarati love shayari
Gujarati love shayari

દિલ ભલે બંનેના ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને સંભળાય એનું નામ પ્રેમ !!

કોઈ માણસ ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ માણસ ગમતો રહે એ પ્રેમ છે !!

પ્રેમ ક્યારેય અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ એકબીજા
સાથે રહેવાની ઈચ્છા !!

વાત મારી જયારે નીકળી હશે,
સાંભળીને પાંપણો તમારી ઢળી હશે !!

આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને ચાહત શરીરની રખાય છે !!

કેટલો પ્રેમ કરું છું એ કહી નથી શકતો,
બસ એટલી ખબર છે કે તારા વગર રહી નથી શકતો !!

પ્રેમની પણ અલગ પ્રથા છે,
ક્ષણભરમાં થઇ જાય છે જીવનભર માટે !!

સુંદર હોવું જરૂરી નથી દિકુ,
કોઈના માટે જરૂરી હોવું સુંદર છે !!

પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહીં કે અનેક આશાઓ સાથેનું બંધન !!

કોઈ એક વ્યક્તિ થાકી જાય,
અને બંને હારી જાય એનું નામ પ્રેમ !!

Gujarati love shayari
Gujarati love shayari

હું તારા જીવનનો ભાર નહીં,
પરંતુ મુખ પરનું હાસ્ય બનવા માંગુ છું !!

મળીએ ત્યારે આંખમાં હરખ અને
જુદા પડીએ ત્યારે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ !!

કેવી મજાની એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી !!

પૂરી તો ખાલી વાર્તાઓ થાય છે,
પ્રેમ તો હંમેશા અધુરો જ રહે છે !!

આંખોથી તમે કરો છો તે સંવાદ મને ગમે છે,
ભીંજવે હૈયાને સ્નેહનો વરસાદ મને ગમે છે !!

પ્રેમની કોઈ પરમીશન ના હોય સાહેબ,
નજરથી નજર મળે અને કાયદેસર કબજો થાય !!

છોકરી એની સામે જ રડતી હોય છે,
જે તેના માટે #Special હોય છે !!

વધે જો લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો મને કહેજે !!

પ્રેમને સમજવાની કોશિશ કરશો તો સચવાઈ જશે,
બાકી જો પારખવા જશો તો ક્યાંય ખોવાઈ જશે !!

ઈચ્છા તને જોવાની નથી,
ઈચ્છા તને જોઇને દુનિયા ભૂલી જવાની છે !!

Gujarati prem shayari
Gujarati prem shayari

પ્રેમ હોય ત્યાં મન ના ભરાય,
મન ભરાય ત્યાં પ્રેમ ના હોય !!

મૌન ધરીને પણ તું ઘણું બધું કહી જાય છે,
શબ્દોમાં તો આમેય ઘણું અધૂરું રહી જાય છે !!

એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય સાહેબ,
જેના વગર એક મિનીટ ના રહેવાય એ જ સાચો પ્રેમ !!

દુઃખ મારું હોય અને આંખો તારી રડી પડતી હોય,
આનાથી વધારે પ્રેમની વ્યાખ્યા તારા માટે શું કરું !!

જે ખામીઓને ખમે,
પ્રેમ તો બસ એને જ નમે !!

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,
તલાશ એની કરો જે નિભાવી જાણે !!

અગણિત ઈચ્છાનું ફળ મળે,
મને હસીને જયારે તું મળે !!

બધા સંબંધોને નામની જરૂર નથી,
બસ કોઈ પારકું પોતાનું લાગે એ જ પ્રેમ છે !!

મારે તો બસ ચપટીભર સ્નેહની તરસ છે,
તું ધોધમાર નહીં તો ઝરમર તો વરસ !!

જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ પહેલા હોય,
અને જ્યાં વહેમ હોય ત્યાં સાબિતી પહેલા હોય !!

Love shayari in Gujarati
Love shayari in Gujarati

પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને,
પાનેતરમાં જોવા સુધીની સફર !!

કહેવું તો ઘણું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!

અર્થ નથી સમજતો હું પ્રેમનો,
એટલે જ આશિક થયો છું હું એમનો !!

પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે !!

હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય,
કોઈક એવું જે બીજા કોઈનું ના હોય.

જ્યાં પ્રેમ હોય છે,
ત્યાં નારાજગી હોઈ શકે છે
પણ નફરત ક્યારેય નહીં !!

જયારે બે તૂટેલા હ્રદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર Love Story ચાલુ થાય !!

સ્વમાન કહે છે છોડી દે એમને,
પ્રેમ કહે છે એમની પર બધું કુરબાન !!

હસવાથી શરૂઆત થાય અને રડવાથી ખતમ,
બસ આ જ એક જુર્મને લોકો મોહબ્બત કહે છે !!

તું ચાહે ગમે એટલા રસ્તા બદલી લે,
મારી મંઝિલ તું છે અને બસ તું જ રહેશે !!

જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે,
બાકી બીજાથી શું ફરક પડે !!

1 2 3 4 5
Love Romance Valentine
Share. WhatsApp Facebook Twitter Pinterest
Next Article “વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

Related Posts

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Read More

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Read More

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Read More

Leave A Reply Cancel Reply

Latest Posts
Blog

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Blog

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Shayari

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Shayari

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Categories
  • Blog
  • Shayari
  • Wishes
About
About

I am Gujarati નો ઉદ્દેશ ગુજરાતીમાં શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડવાનો છે.આપણી માતૃભાષા ગુજરાતી માં અહીં ઉપલબ્ધ છે, આકર્ષક અને નવીનતમ શાયરી, કોટ્સ, સ્ટેટસ, વિશેષ શુભેચ્છાઓ, સુવિચાર, જોક્સ અને ગમ્મત સાથે જ્ઞાન.

Facebook Twitter Instagram Pinterest
© 2025 Imgujarati.

Type above and press Enter to search. Press Esc to cancel.

EASILY TYPE IN GUJARATI NOW

OPEN WEBSITE