શું આપ આવતા Rose Day ( 7 February, 2022 ) ના દિવસે તમારા પ્રિયજન ને ગુલાબ આપીને તમારા પ્રેમ ની લાગણીઓ વ્યક્ત કરવાની રાહ જોય રહ્યા છો? તો રોજ ડે વિશે ની આ વિસ્તૃત જાણકારી વાંચીને આપને ખૂબજ આંનદ થશે.
આપણે બધા જાણીએ છીએ કે ગુલાબ એ પ્રેમ, રોમાંસ અને સ્નેહ નું પ્રતીક છે અને પ્રેમની પવિત્ર અને અખૂટ લાગણીઓને વ્યક્ત કરવા માટે એક આદર્શ અને અમૂલ્ય ભેટ છે અને એટલા માટે વેલેન્ટાઇન દિવસ ની ઉજવણી રોઝ ડે, 7 મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે.
સૌથી સુંદર અને રોમેન્ટિક ફૂલો માં લાલ ગુલાબ ની ગણતરી સૌથી પેહલા થાય છે. શેક્સપિયરે રોમિયો અને જુલિયટની પ્રેમ વાર્તામાં પણ આ લાલ ગુલાબનો ઉલ્લેખ કર્યો છે. ઘણા કવિઓ અને નવલકથાકારોએ પણ પ્રેમ શાયરી , પ્રેમ કવિતા, રોમેન્ટિક કવિતા અને પ્રેમ કથાઓમાં પણ લાલ ગુલાબનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. ગુલાબના ફૂલોમાં ખૂબ જ સરસ સુગંધ હોય છે, તેથી લોકો પ્રેમને વ્યક્ત કરવા માટે પ્રેમ અને રોમાંસના પ્રતીક તરીકે ગુલાબ પણ આપે છે.
વેલેન્ટાઈન વીક ની શરૂઆત થતાની સાથે, વિશ્વભરના પ્રેમી જોડા તેમના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે અને યુગલો તેમના જીવનસાથી સાથે વેલેન્ટાઈન દિવસ ની ઉજવણી કરવા, રોઝ ડે પર સુંદર ગુલાબનું ફૂલ આપીને તેની આગોતરી શરૂઆત કરી દે છે.
રોઝ ડે શા માટે ઉજવવામાં આવે છે અને તેનો ઈતિહાસ શું છે તે જાણતા પહેલા, આજ તમારા રોજ ડે ને વધુ સુંદર બનાવવા અમે રોજ ડે શુભ કામના સંદેશ, રોઝ ડે શાયરી (ગુલાબ દિવસ શાયરી) અને રોજ ડે કોટ્સ ની રચના કરેલી છે, જે આપ તમારા પ્રિયજન સાથે શેર કરી, તમારા પ્રેમ ની લાગણી વ્યક્ત કરી, આ રોજ ડે ને ખૂબજ સુંદર બનાવી શકો છો.
ગુલાબ દિવસ શુભ કામના સંદેશ (Rose Day Wishes)
ખીલતા રહે ગુલાબ તમારા જીવન માં,
ગુલાબ સરીખું સ્મિત રહે તમારી આંખોં માં,
દિલ થી આપું છું ગુલાબ,
તમે હંમેશા રહેજો અમારી લાગણી માં..!!
🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹
જે રીતે ગુલાબ કાંટા ની વચ્ચે પણ હસતું રહે છે,
એ રીતે તમે પણ હંમેશા હંસતા રહો એવી દિલ થી,
🌹ગુલાબ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 🌹
નથી મળી શકાતું રોજ તમને પણ યાદ રોજ કરું છું
આ વાત ની યાદ રોજ અપાવવા,
તમને આજ Rose આપુ છું..!!
🌹ગુલાબ દિવસ ની શુભ કામના🌹
કાંટા ની વચ્ચે પણ ખીલતું રહે છે ગુલાબ,
સુખ અને દુઃખ માં હંસતા રહો તમે પણ,
હંમેશા ગુલાબ ની જેમ..!!
🌹હેપી રોજ ડે 🌹
સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે છે,
પણ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે !!
🌹હેપી રોજ ડે🌹
હંમેશા હંસતા ખીલતા રહો ગુલાબ ની જેમ,
તમારા ચેહરા ને હંમેશા હંસતો જોવો,
એજ અમારી નેમ !!
🌹હેપી રોજ ડે🌹
જ્યાં રહો ત્યાં ખુશ રહો,
અથવા ત્યાં રહો જ્યાં ખુશ રહો !!
🌹Happy Rose Day🌹
મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા અટકાવે છે !!
🌹Happy Rose Day🌹
હંસી રહે તમારા ચેહરા ની ગુલાબ ની જેમ,
હું પ્રેમ થી આપું છું ગુલાબ હંમેશા ની જેમ..!!
🌹ગુલાબ દિવસ ની શુભ કામના🌹
દુનિયાનો ભાર દિલથી ઉતારી દો,
નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !!
🌹હેપી રોજ ડે🌹
લાગણીને ક્યાં પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે !!
🌹Happy Rose Day🌹
હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
🌹Happy Rose Day🌹
રોજ ડે શાયરી અને અવતરણ (Rose Day Shayari and Quotes)
ગુલાબ ના તો બગીચા હોય છે,
પણ મારા દિલ ને ગમે તે,
ગુલાબ તો માત્ર તું જ છે..!!
❤️હેપી રોજ ડે🌹
ગાલ ગુલાબી જયારે તારા થયા,
તે દિવસ થી અમે તમારા થયા..!!
🌹હેપી રોજ ડે❤️
કયારેક ક્યારેક તું એવું કરી લે ને,
ગુલાબ આપવાને બદલે મારું દિલ વાંચી લે ને !!
કોઈ રોઝ ડે પર ગુલાબ આપે એ જરૂરી નથી,
પણ જિંદગી ભર ગુલાબ ની જેમ હસતા રાખે એ જરૂરી છે..!!
🌹Happy Rose Day❤️
ગુલાબ આપવા વાળા તો હજારો મળી જશે,
તલાશ એની કરો જે ગુલાબ ની જેમ હસતા રાખે..!!
આંખોથી તમે કરો છો, તે સંવાદ મને ગમે છે,
ગુલાબ ની જેમ મેહકતા રાખો છો, તે મને ગમે છે !!
ગુલાબ આપવું પણ એક તહેવાર બની જાય છે,
જયારે દિલ ના તાર એક થાય જાય છે..!!
ખુબ સહેલું છે ગુલાબ આપીને કોઈકને ગમી જવું,
અઘરું છે ગમતું રેહવું ગુલાબ ની જેમ કાંટા ની વચ્ચે..!!
સ્નેહની એમાં સુગંધ ભરું છું,
સજાવી લાગણીની બુંદોથી,
પ્રેમથી તને ગુલાબ અર્પણ કરું છું.
ફૂલ આપું છું ગુલાબ નું દિલ ની જેમ સાચવજો,
જે કહી નહિ શકતો એ લાગણી છે,
તમે મારી લાગણી સમજો એ મારી માગણી છે..!!
ઈચ્છા તને ગુલાબ આપવાની નથી,
પણ ગુલાબ ની જેમ હંમેશા હંસતા રાખવાની છે..!!
જો તમે આ ગુલાબના દિવસે વધુ લવ શાયરી શેર કરવા માંગતા હો, તો આ સુંદર લવ શાયરી વાંચવાનું ભૂલશો નહીં.
રોજ ડે કવિતા (Rose Day Poem)
પેહલી મુલાકાત નું પહેલું ગુલાબ યાદ છે,
તારા ગાલ નું ગુલાબી થવું યાદ છે,
તારી નજરોં ઝુકાવીને ને શરમાવાની અદા યાદ છે,
પેહલી મુલાકાત નું પહેલું ગુલાબ યાદ છે !
નથી કોઈ કારણ છતા વરસી જાઉં છું,
પેહલા ગુલાબ ને યાદ કરીને થોડો બહેકી જાઉં છું !!
ગુલાબ ને શા માટે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે ? રોઝ ડે પર શા માટે આપવામાં આવે છે?
ચાલો જાણીએ, ગુલાબને પ્રેમનું પ્રતીક કેમ માનવામાં આવે છે, તેની પાછળની કેટલીક માન્યતાઓ.
- ગ્રીસ દેશ માં એફ્રોડાઇટ નામની એક ખૂબ જ સુંદર દેવી હતી. તેને સૌંદર્યની દેવી પણ માનવામાં આવતી હતી. એડોનિસ, દેવી એફ્રોડાઇટ નશ્વર પ્રેમી હતો. એડોનિસ અને એફ્રોડાઇટ એકબીજાને ખૂબજ પ્રેમ કરતા હતા. એક દિવસ એડોનિસ જંગલ માં શિકાર કરવા નીકળ્યો અને શિકાર કરતી વખતે માર્યો ગયો, અને એફ્રોડાઇટના ખોળા માં રડતા રડતા મૃત્યુ પામ્યો હતો. દંતકથા અનુસાર, એફ્રોડાઇટના આંસુ અને તેના પ્રેમી, એડોનિસ ના લોહીએ જે જમીનને પાણી આપ્યું ,ત્યાંથી લાલ ગુલાબ ઉગવાનું શરૂ થયું.
- એક ગ્રીક માન્યતા પ્રમાણે , "Eros " જેને ગ્રીસમાં પ્રેમના દેવતા કહેવામાં આવે છે, તેના શબ્દો "Rose" માં સમાવિષ્ટ છે અને મળતા આવે છે , તેથી ગુલાબને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે.
- હિંદુ માન્યતા અનુસાર, દેવી લક્ષ્મી કે જેને સૌભાગ્ય અને સમૃદ્ધિની દેવી પણ માનવામાં આવે છે તે 1008 નાની લાલ ગુલાબની પાંખડીઓ અને 108 મોટા ગુલાબનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી, અને તે માટે પણ ગુલાબ ને પ્રેમ અને પવિત્રતા ના પ્રતીક તરીકે જોવા માં આવે છે.
- આજના આધુનિક યુગમાં પણ ફૂલોનો ઉપયોગ લાગણીઓને વ્યક્ત કરવા, ખાસ કરીને પ્રેમ અને રોમાંસ અને પરસ્પર સ્નેહને વધારવા ગુલાબનું ફૂલ અથવા ગુલદસ્તો આપવામાં આવે છે.
તમે બજાર માં વિવિધ રંગોના ગુલાબ જોયા હશે. પરંતુ, શું તમે જાણો છો કે કયા રંગના ગુલાબ કોને અને શા માટે આપવામાં આવે છે?
ચાલો જાણીએ ગુલાબના વિવિધ રંગોનો અર્થ અને રંગ પ્રમાણે કોને ક્યુ ગુલાબ આપી શકાય.
લાલ ગુલાબ (Red Rose)
લાલ રંગ પ્રેમ, જુસ્સો, લાગણી અને ઉત્સાહનું પ્રતીક છે. આ ફૂલનો સંદેશ છે "હું તને પ્રેમ કરું છું!" (હું તને પ્રેમ કરું છુ!). પ્રેમી યુગલ એકબીજાને ખાસ દિવસે લાલ ગુલાબ આપીને પ્રેમ ની લાગણીઓ જીવંત રાખે છે. વણસેલા સંબંધો ને વેગ આપવા માટે પણ લાલ ગુલાબ આપવામાં આવે છે. લાલ ગુલાબ સુંદરતા, ઇચ્છા, જુસ્સો અને હિંમતનું પણ પ્રતીક છે.
પીળો ગુલાબ (Yellow Rose)
પીળો રંગ એ આશા અને મિત્રતાનું પ્રતીક છે. પીળો રંગ આનંદ, શક્તિ અને જ્ઞાનનું પ્રતીક પણ માનવામાં આવે છે. પીળા ગુલાબ સામાન્ય રીતે શ્રેષ્ઠ મિત્ર અથવા નવા મિત્રને ભેટ તરીકે આપવામાં આવે છે. પીળો ગુલાબ એવા લોકોને આશ્વાસન આપવા માટે આપવામાં આવે છે, જેઓ ઉદાસ અથવા દુઃખી છે.
ઘેરો ગુલાબી ગુલાબ (Dark Pink Rose)
ઘેરો ગુલાબી ગુલાબ આભાર અને પ્રશંસાનું પ્રતીક છે, જે કોઈની પ્રશંસા કરવા અથવા આભાર માનવા માટે આપવામાં આવે છે.
આછો ગુલાબી ગુલાબ (Light Pink Rose)
આછો ગુલાબી ગુલાબ પ્રશંસા અને નમ્રતા દર્શાવે છે. તમે આ ગુલાબ કોઈને પણ ગુલાબ દિવસની શુભેચ્છા તરીકે આપી શકો છો.
નારંગી ગુલાબ (Orange Rose)
નારંગી રંગ એ પીળા અને લાલ રંગનું મિશ્રણ છે. પીળો આશા અને મિત્રતાનું પ્રતીક છે, અને લાલ પ્રેમ અને રોમાંસનું પ્રતીક છે, તેથી જો તમે કોઈ મિત્ર સાથે પ્રેમ અને રોમાન્સ ની લાગણી થી પણ જોડાયેલા હોય તો, તમે આ નારંગી ગુલાબ આપી શકો છો.
હું આશા રાખું છું કે તમે રોઝ ડે માટે આવી રોમાંચક માહિતી અને રોજ ડે ના ઇતિહાસનો આનંદ માણ્યો હશે, અને હું આશા રાખું છું કે તમે આ રોઝ ડે શાયરી અને કોટ્સ તમારા પ્રિયજનો સાથે શેર કરશો અને આ દિવસને ખૂબ જ ખાસ બનાવશો.
આભાર સહ,
I am Gujarati