• Home
  • Shayari
  • Blog
  • Wishes
Facebook Twitter Instagram
See our new posts
  • વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો
  • “ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી
  • “વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !
  • 500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી
Saturday, June 28
I am GujaratiI am Gujarati
  • Home
  • Shayari
  • Blog
  • Wishes
I am GujaratiI am Gujarati
Home » વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો
Shayari

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Facebook WhatsApp Twitter Telegram Pinterest

જેમ વસંતઋતુની શરૂઆત વસંતપંચમીના દિવસથી થાય છે, તેમ પ્રેમ ના તેહવાર વેલેન્ટાઈન દિવસ ની શરૂઆત ગુલાબ દિવસ થી થાય છે. ફેબ્રુઆરી એટલે પ્રેમ નો મહિનો, પ્રેમ નો ઉત્સવ મનાવવા નો મહિનો. 7 ફેબ્રુઆરી જે ગુલાબ દિવસ તરીકે ઓળખાય છે, એ દિવસ થી જ પ્રેમઋતુ ની શરૂઆત થાય છે. જો તમે પ્રેમઋતુ માં તમારા પ્રેમની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ કરવા માટે પ્રેમ શાયરી ની રાહ જોઈને બેઠા હોય તો, અમે આપના દરેક માટે અહીં લાવ્યા છે, વેલેન્ટાઈન દિવસ અને વેલેન્ટાઈન વીક માટે સ્પેશ્યલ શાયરી, અવતરણો, શુભકામના સંદેશ અને વેલેન્ટાઈન દિવસ ના આકર્ષક ચિત્રો.

વેલેન્ટાઈન દિવસ શુભેચ્છા (Valentine's Day Wishes)

Valentine Day Shayari in Gujarati
Valentine Day Shayari in Gujarati

તારું રૂપ નહિ , લાગણીઓ મને ગમે છે,
તારી આંખો નહિ, એમાં ઉભરાતો પ્રેમ મને ગમે છે,
તારા હોઠ નહિ , તારા શબ્દો મને ગમે છે,
મને તું નહિ , માત્ર તું જ ગમે છે..!!
❤️I Love You❤️
❤️Happy Valentine Day❤️

હું જયારે પણ તને ખુશ જોઉં છું,
દિવસ કોઈ પણ હોય મારા માટે,
વેલેન્ટાઈન દિવસ બની જાય છે..!!
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

અણમોલ જીવનમાં સાથ તારો જોઈએ છે,
જીવન ના અંત સુધી હાથ તારો જોઈએ છે,
જયારે ઘેરાઈ જાય સંકટ ના વાદળો,
વિશ્વાસ ફકત તારો જોઈએ છે..!!
❤️વેલેન્ટાઈન દિવસ ની શુભેછા❤

Valentine Day Wishes in Gujarati
Valentine Day Wishes in Gujarati

મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ,
મહિલાને વેલેન્ટાઇન ડે ની શુભેચ્છા..!!

ના કોઈ રોજ ડે , ના વેલેન્ટાઈન ડે,
જ્યારે તું અને હું હોય સાથે,
એટલે બધા દિવસ વેલેન્ટાઈન ડે..!!
❤️Happy Valentine Day❤️

મારા જીવન ને એક સુંદર જીવન બનાવવા માટે
દિલ થી આભાર,
હું તને ખુબજ પ્રેમ કરું છુ…
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

Valentine Day Wishes in Gujarati
Valentine Day Wishes in Gujarati

મારે તારો સાથ જિંદગી ભર નથી જોઈતો,
પણ જ્યાં સુધી તું છે , ત્યાં સુધી જિંદગી જોઈએ છે..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

બધાં ને ગરમીમાં "Glucose" જોઈએ,
પણ, મને તો માત્ર તું જ "Close" જોઈએ..!!
❤️Happy Valentine Day My Love❤️

મારા હોઠ નું સ્મિત છે તું,
મારા દિલ નો ધબકાર છે તું,
મારા હૃદય નું પ્રાણ છે તું ..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

Valentine Day Wishes in Gujarati
Valentine Day Wishes in Gujarati

લિપટાઈ જવું છે પ્રેમની ચાદરમાં,
જ્યાં સંગમ અનેરો હોય અને શ્વાસ એક હોય..!!
❤️Happy Valentine Day My Love❤️

બસ તારા નામ ની રેખા હોય મારી હથેળી માં,
એનાથી વિશેષ બીજું ક્યાં કાંઈ માંગુ છું,
બસ તું હોઈ મારી જિંદગી માં,
એનાથી વિશેષ બીજું ક્યાં કાંઈ માંગુ છું..!!
❤️વેલેન્ટાઈન દિવસ ની શુભેછા❤

પ્રેમ માટે દિલ, દિલ માટે તું,
તારા માટે હું, ને મારા માટે તું..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

જો તમે હજી પણ તમારા પ્રિયજનો સાથે વધુ શાયરી શેર કરવા માંગતા હો, તો તમે લવ શાયરી પર નીચેની પોસ્ટ પણ જોઈ શકો છો જ્યાં તમને લગભગ 500 સુંદર અને હૃદય સ્પર્શી લવ શાયરી મળશે.

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી
Valentine Day Shayari in Gujarati
Valentine Day Shayari in Gujarati

હું તને હર સમય, હર પળ, હર ઘડી,
હદ વગર નો અનંત પ્રેમ કરું છું..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

તું જયારે મારી સાથે હોય છે…
ત્યારે દુનિયા જીવવા જેવી લાગે છે..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

તારા તન ની નહિ પણ,
પણ, મન ની સુંદરતા મને ગમે છે..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

Valentine Day Shayari for lovers  in Gujarati
Valentine Day Shayari for lovers in Gujarati

જીવવા માટે પ્રાણ જરૂરી છે,
કઈંક પામવા માટે અરમાન જરૂરી છે,
ગમે તેવી તકલીફ માં હોઉં ત્યારે,
તારા હોઠ નું સ્મિત જરૂરી છે..!!
❤️વેલેન્ટાઈન દિવસ ની શુભેછા❤️

મારી દિલો જાન ને વેલેન્ટાઇન દિવસ ની
ખૂબ સારી શુભેચ્છા !!
મારા જીવનમાં આવી ને તેને વિશેષ
બનાવવા બદલ આભાર..!!

એક સુંદર ગુલાબ થી પણ સુંદર છે તું !
ખૂબજ નાજુક અને સપના જેવી છે તું !
શું કહું તને કે મારા દિલ ની રાણી છે તું..!!
❤️Happy Valentine Day My Love❤️

Valentine Day Shayari for lovers  in Gujarati
Valentine Day Shayari for lovers in Gujarati

શરણ નહીં સહારો છું, આજીવન હું તારો છું !
ઝાંખી લે તારા હ્રદયમાં, તારા નભ નો સિતારો છું..!!
❤️Happy Valentine Day My Love❤️

પ્રેમ નું આ ગુલાબ સાચવીને રાખજો…
માત્ર ફૂલ નહિ..દિલ દીધું છે,
જરા સાચવીને રાખજો..!!
❤️I Love You❤️
❤️Happy Valentine Day❤️

મને થઈ ગઈ છે પ્રેમની બીમારી,
સવાર બપોર સાંજ હવે જરૂરત છે તારી..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

પતિ પત્ની માટે વેલેન્ટાઈન દિવસ શુભેચ્છા સંદેશ

Valentine Day  Wishes for husband wife in gujarati
Valentine Day Wishes for husband wife in gujarati

તું હશે ત્યાં સુધી હું હારીશ નહીં,
અને તારા ગયા પછી,
હારવા જેવું કઈં હશે પણ નહીં..!!
❤️I Love You❤️
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

સાથ નિભાવ્યો છે આપણે હર પળ માં,
ક્યારેક સુખ માં તો ક્યારેક દુઃખ માં,
સાથ નિભાવીશું ઘડપણ માં,
પ્રેમ છે આપણો હર ક્ષણ માં,
વેલેન્ટાઈન દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..!!

જન્મ જન્મ ના સાથી આપણે,
પ્રેમ ના તાંતણે બંધાણાં,
આ જન્મ ઓછો પડે તો આવતે જન્મે
ફરી સાથ આપવા બંધાણાં..!!
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

Husband Wife Love shayari in Gujarati
Husband Wife Love shayari in Gujarati

એકબીજાને ગમતા રહીએ,
કઈંક ખટકે તો ખમતા રહીએ,
પરિસ્થિતિ કોઈ પણ હોય, થોડા નમતા રહીએ,
હોય કોઈ સમસ્યા તો એકબીજાને કેહતા રહીએ,
સંબંધો માં સરવાળા બાદબાકી ભૂલી ને,
સંબંધો ના ગુણાકાર કરતા રહીએ…
વેલેન્ટાઈન દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..!!

દુઃખ કદી ના આવે તને એવો તારો યાર બની જાઉં,
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં..!!
🌹હેપી વેલેન્ટાઈન ડે❤️

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
આજ પીઉં દર્શન નું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશિક એકલો…
તારા ગાલ નો ગુલાબી આશિક એકલો…

વેલેન્ટાઈન ડે શાયરી

Valentine's Day shayari and messages for lovers and husband wife.

વેલેન્ટાઈન ડે શાયરી
વેલેન્ટાઈન ડે શાયરી

ઝૂકીને તારી આગળ આજે હું ઈઝહાર કરું છું,
ઓયે પાગલ હું તને બહુ જ ❤️પ્રેમ કરું છું..!!

આંખ તો પ્રેમ ની જ ભાષા સમજે છે…
મળે તો છલકે, અને ન મળે તો પણ છલકે..!!

હર પળ સતાવ્યા ના કરો,
અમારા દિલ ને આમ તડપાવ્યા ના કરો !
નજર ના જામ છલકાવીને આ રીતે ઘાયલ ના કરો..!!

વેલેન્ટાઈન ડે શાયરી
વેલેન્ટાઈન ડે શાયરી

તું મારામાં અનહદ, ને હું તારામાં બેહદ…
બસ એજ આપણા પ્રેમની સરહદ..!!

સહી ના શકે આ હૈયાં, વિરહની વેદના,
તરસ્યાં સદા અમે તારા સ્નેહના..!!

ભાર એવો આપજે કે, ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું..!!

વેલેન્ટાઈન ડે શાયરી
વેલેન્ટાઈન ડે શાયરી

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે..!!

કરીએ પ્રિત અનોખી,કે સાંજ પણ શરમાય…
હું હોંઉ સૂરજ સામે,ને પડછાયો તુજ માં દેખાય..!!

હું નથી અંબર કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે,
તો મારા દિલને રાહત મળે!!

Gujarati shayari for Valentine's day
Gujarati shayari for Valentine's day

અણગમતું છે ને એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તારે હૈયે મારુ દિલ રમતું થઈ જશે…

ભલે તારા રૂપ પ્રત્યે આકર્ષણ છે,
પણ પ્રેમ તો તારા હૃદય સાથે જ છે !!

તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ..!!

Gujarati shayari for Valentine's day
Gujarati shayari for Valentine's day

ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે…
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે…

મારી શાયરીઓ ને અંજામ મળી જાય,
જો તારા જ હ્રદયમાં સ્થાન મળી જાય.

તને જોઈ ને મન મારુ મલકાય છે…
જાણે શબ્દો પણ સરીતા બની જાય છે,
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે..!!

Gujarati Love Shayari for Valentine's day
Gujarati Love Shayari for Valentine's day

નજરમાં તો બધા આવે છે,
મારે તો તારા દિલમાં આવવું છે !!

ના બદલ્યા કર મૌસમ ની જેમ,
હર મૌસમ તારી રાહ જોઉં છું…
તું નહિ સમજી શકે જેને ક્યારેય…
એટલો પ્યાર કરું છું તને આજેય..!!

આજના આ સુંદર સંસ્મરણો કાલે હોય કે ના હોય,
કાલે તને મળી શકાય કે ના મળી શકાય,
મારા દિલ માં આ સંસ્મરણો હંમેશા રહશે…

વેલેન્ટાઈન ડે અવતરણ

Valentine's Day Quotes and messages for lovers, husband wife and friends.

Valentine Day Quotes in Gujarati
Valentine Day Quotes in Gujarati

પ્રેમ એટલે એકબીજાનો હાથ પકડીને,
માત્ર ચાલવાનો સંબંધ નહીં પણ,
જરૂરત માં એક બીજા ને સાથ આપવાનો સંબંધ !!

કોઈનો ચહેરો સુંદર હોવો જરૂરી નથી,
પણ પ્રેમમાં દિલ સુંદર હોવું જરૂરી છે !!

સાચો પ્રેમ એ નથી જે તમે શોધો છો,
પણ સાચો પ્રેમ એ છે, જે ખુદ તમને શોધે છે..!!

Valentine Day Quotes in Gujarati
Valentine Day Quotes in Gujarati

પ્રેમ એટલે ,
જાગતી આંખે વિચારવાનું,
અને બંધ આંખે સપના જોવાનું..!!

પ્રેમ એ બે આત્માની સુંદરતા નો સેતુ છે..!!

પ્રેમ એ જીવનની સૌથી મોટી તાજગી છે..!!

પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંને એકબીજા માટે પરમાત્મા !!

પ્રેમ એ ઇન્દ્રિયોની કવિતા છે..!!

પ્રેમનો અર્થ ડીક્ષનરીમાં નહીં,
પણ હૃદયમાં હોય છે !!

Valentine Day Quotes in Gujarati
Valentine Day Quotes in Gujarati

જેને પામી ના શકો, એની ખુશીમાં ખુશ રહેવું
એ પણ પ્રેમ જ છે..!!

સાચો પ્રેમ કરનાર ના શરીર ભલે જુદા હોય,
પણ આત્મા એક જ હોય છે..!!

પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની જીદ હોવી જોઈએ !!

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

પ્રેમ એ નથી કે માત્ર પામીને જ કરી શકાય,
ક્યારેક ક્યારેક કોઈને મનથી ચાહીને,
પણ પ્રેમ કરી શકાય !!

વેલેન્ટાઈન ડે કવિતા

Valentine's Day Poems for lovers and husband wife.

Valentine Day Poem in Gujarati
Valentine Day Poem in Gujarati

પ્રેમ એટલે તારું દિલ, મારો ધબકાર…
પ્રેમ એટલે તારી આંખ, આંસુ મારા …
પ્રેમ એટલે તારો સાથ, મારો વિશ્વાસ…
પ્રેમ એટલે તારું ગીત, મારુ સંગીત…
પ્રેમ એટલે તારો શ્વાસ, મારો એહસાસ…
પ્રેમ એટલે તારો દેહ, આત્મા મારો…
તું એટલે હું…અને હું એટલે તું..!!

મારા મનડાં ના મિત, મેં તો બાંધી છે પ્રીત,
પ્રીત જન્મો જન્મ ની ભુલાશે નહિ…
મારા તન મન માં તું, દિલ ની ધડકન માં તું
સાથ જન્મો જન્મ તો ભુલાશે નહિ..!!

વેલેન્ટાઈન વીક ( Valetaine's Week)

વેલેન્ટાઇન ડે ની ઉજવણી 7 મી ફેબ્રુઆરી (Rose Day ) થી શરૂ થાય છે, જે વેલેન્ટાઇન ડે (14 February ) ના રોજ પુરી થાય છે, જેને વેલેન્ટાઈન વીક પણ કહેવામાં આવે છે.

ચાલો, આપણે જાણીયે, આ વેલેન્ટાઈન સપ્તાહ ના બીજા અગત્યના વિશેષ દિવસો અને તેના માટે શુભ સંદેશ, શાયરી, અવતરણો અને આકર્ષક ફોટા.

વેલેન્ટાઈન વીક માટે સુંદર કવિતા

Valentine Day Poem in Gujarati
Valentine Day Poem in Gujarati

પ્રેમ ની આ મૌસમ આવી છે…
દિલને દિલ દેવાની, આ મૌસમ આવી છે,
હૈયે હૈયું હરખવાની, આ મૌસમ આવી છે,
સાથે હરવા ફરવાની આ મૌસમ આવી છે,
તમને નિખારવાની આ મૌસમ આવી છે,
પ્રેમ ના આ મહિનાની મૌસમ આવી છે…

રોઝ ડે (7 February)

રોઝ ડે (ગુલાબ દિવસ) ની શાયરીઓ, અવતરણો અને શુભેછાઓ.

Rose Day Shayari in Gujarati
Rose Day Shayari in Gujarati

ગાલ ગુલાબી જયારે તારા થયા,
એ દિવસ થી ગુલાબ આપતા તમને થયા..!!
🌹હેપી રોઝ ડે ❤️

તકલીફો ના કાંટા વચ્ચે પણ,
મારા જીવન ને રોઝ જેવું ગુલાબી બનાવવા આભાર…
🌹ગુલાબ દિવસ ની શુભ કામના🌹

એક Rose એમના માટે,
જે મળતા નથી રોજ રોજ ,
પણ યાદ આવે છે દરરોજ..!!
🌹હેપી રોઝ ડે ❤️

જો તમે જાણવા માંગતા હોવ કે રોઝ ડે શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળની માન્યતા શું છે, તો તમે નીચેની પોસ્ટ જોઈ શકો છો જ્યાં તમે અમારી રોઝ ડે સ્પેશિયલ શાયરી, અવતરણ અને ગુલાબ દિવસના ચિત્રો પણ જોઈ શકો છો.

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

પ્રપોઝ ડે (8 February)

પ્રોપોઝ ડે (પ્રસ્તાવ દિવસ) ની શાયરીઓ, અવતરણો અને શુભેછાઓ.

Propose day shayari in gujarati
Propose day shayari in gujarati

તું મારુ અલ્પ વિરામ બન,
જિંદગી ના પૂર્ણ વિરામ સુધી..!!

ના ઓછો થશે ના પૂરો થશે,
આ પ્રેમ હર ક્ષણે પુર્ણ થશે..!!

આ દિલ ઉપર કબ્જો માત્ર તારો જ છે,
કાલે, આજે અને હંમેશા માટે..!!

તું એટલે મારા મન નું મિત,
તું એટલે મારા મોઢાનું સ્મિત,
તું એટલે મારા દિલ નું સંગીત,
અને તું એટલે મારી મનગમતી સફર નું પૂર્ણ વિરામ..!!

Propose day shayari in gujarati
Propose day shayari in gujarati

સુખ માં તારી સાથે દુઃખ માં તારી સંગાથે,
આજે પણ તારી સાથે, કાલે પણ તારી સાથે,
જીવવું તારી સાથે મરવું તારી સાથે,
બસ આ જ મારી દરખાસ્ત તારી સાથે..!!

તું મારા અંતર માં છે તો પછી,
તારા થી અંતર કયાંથી હોય..!!

પ્રોપોઝ ડે પાર મારી ઈચ્છાઓ

તારી સાથે વાતો કરવી…
તારી સાથે હંસવું…
તારી સાથે ચાલવું…
તને કિસ કરવી…
તને ગળે લગાડવી (હગ)…
તારી સાથે આઇસક્રીમ ખાવી..
તને અનહદ પ્રેમ કરવો…

ચોકલેટ ડે (9, February)

ચોકલેટ ડે (ચોકલેટ દિવસ) ની શાયરીઓ, અવતરણો અને શુભેછાઓ.

Chocolate day shayari in gujarati
Chocolate day shayari in gujarati

મારા જીવન ને ચોકલેટ જેવું મીઠું અને મધુર,
બનાવવા બદલ ખુબ ખુબ આભાર..!!
હેપી ચોકલેટ ડે❤️

ચાલ ભૂલી જઇયે જીવન ની કડવી વાતો,
અને શરુ કરીયે આજે દિલ ની મીઠી મીઠી વાતો..!!
હેપી ચોકલેટ ડે❤️

દુનિયા ના કોઈ પણ સંબંધ માં,
જો ચોકલેટ ની જેમ મીઠાસ ના હોય તો,
એ સંબંધ લાંબા ટકતા નથી..!!

ટેડી ડે (10, February)

ટેડી ડે (ટેડી દિવસ) ની શાયરીઓ, અવતરણો અને શુભેછાઓ.

Teddy day sahayari in gujarati
Teddy day sahayari in gujarati

ટેડી જેવા લાગતા વળગતા,
મારા પ્યારા અને વહાલા મિત્રો ને…
Happy Teddy Day…

આજે એક ટેડી એમના માટે,
જેણે મને સાચવી છે ટેડી ની જેમ..!!

ટેડી જેવા નિર્દોષ ભાવે મારો સાથ,
નિભાવવા માટે દિલ થી આભાર..!!

પ્રોમિસ ડે (11, February)

પ્રોમીસ ડે (વચન દિવસ) ની શાયરીઓ, અવતરણો અને શુભેછાઓ.

Promise day shayari in gujarati
Promise day shayari in gujarati

જિંદગીની સફર કેટલી હશે તે ખબર નથી,
પણ તારી સાથે જેટલી હશે, અણમોલ હશે..!!

તું જ્યાં જ્યાં પણ જઈશ,
પડછાયો બની ને તારો સાથ આપીશ..!!

દિલ ના દર્પણ માં તસ્વીર તારી રાખી છે,
મન ના મંદિર માં પ્રતિમા તારી રાખી છે,
નહિ છોડું તારો સાથ જીવન ના અંત સુધી,
એવી પ્રીત હૃદય માં રાખી છે..!!

કિસ ડે (12, February)

કિસ ડે ની શાયરીઓ, અવતરણો અને શુભેછાઓ.

Kiss day shayari in gujarati
Kiss day shayari in gujarati

તારી "એ" કરેલી કિસ,
હું રોજ કરું છું મિસ..!!

ચૂમી લઉં તારા હોઠો ને, પાગલ દિલ ની આ ઈચ્છા છે…
ચૂમી લઉં તારા ગાલ ગુલાબી, પાગલ દિલ ની આ ઈચ્છા છે…
આ હું નહિ કેહતો, પાગલ દિલ ની આ ઈચ્છા છે..!!

યાદ આવે જયારે તારી, તને મિસ કરું છું…
નથી મળાતું રોજ માટે, મન થી તને કિસ કરું છું..!!

હગ ડે (13, February)

હગ ડે (હગ દિવસ) ની શાયરીઓ, અવતરણો અને શુભેછાઓ.

Hug day shayari in Gujarati
Hug day shayari in Gujarati

ફક્ત એક વાર ગળે મળીને,
મારા દિલના ધબકારા સાંભળ,
પછી પાછા ફરવાનો ઇરાદો.,
હું તારા પર છોડી દઈશ…

હગ એટલે, સામેવાળી વ્યક્તિને,
કઈ પણ બોલ્યા વગર કહી શકાય કે,
તમે મારા માટે ખાસ છો..!!

તારા આલિંગન માં જિંદગી મારી સ્વર્ગ બની ગઈ,
આખી દુનિયા જાણે સુંદર બની ગઈ..!!

વેલેન્ટાઈન ડે (14, February)

અને અંતે, આનંદ અને ઉજવણીથી ભરપૂર આખા અઠવાડિયા પછી, પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસે, પ્રેમીઓ, યુગલો, પતિ-પત્ની, સંબંધીઓ અને મિત્રો ફરવા જઈને, મૂવી જોઈને, કેન્ડલ લાઈટ ડિનર કરી ને અને એકબીજાને સંદેશા, શાયરી અને વેલેન્ટાઈન ડે ની તસવીરો મોકલીને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરે છે. વેલેન્ટાઈન દિવસ અને વેલેન્ટાઈન વીક માટે પ્રસ્તુત ઉપર મુજબ ની શાયરીઓ, અવતરણો, શુભ સંદેશ અને ફોટા મોકલીને, તમારા વેલેન્ટાઈન દિવસ ને ખાસ બનાવી શકો છો.

વેલેન્ટાઈન દિવસ ની આ સ્પેશ્યલ ગુજરાતી પ્રસ્તુતિ કેવી લાગી તેના વિષે તમારા મંતવ્યો જણાવી અમને પ્રોતાસાહિત કરશો એ જ ઉત્કંઠા સાથે,

આપનો આભારી,

I am Gujarati

Love Romance special day Valentine
Share. WhatsApp Facebook Twitter Pinterest
Previous Article“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

Related Posts

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Read More

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Read More

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Read More

Leave A Reply Cancel Reply

Latest Posts
Blog

“ગુલાબ દિવસ” ની શુભેચ્છા, શાયરી, અવતરણ અને રોચક માહિતી

January 2, 2023
Shayari

500+Gujarati Love Shayari | સુંદર અને આકર્ષક પ્રેમ શાયરી

December 21, 2022
Shayari

વેલેન્ટાઈન દિવસ અને વીક સ્પેશ્યલ | શાયરી, અવતરણો અને શુભેચ્છા ચિત્રો

January 10, 2023
Blog

“વેલેન્ટાઈન દિવસ” વિશે જાણવા જેવી રસપ્રદ અને રોમાંચક માહિતી !

December 28, 2022
Categories
  • Blog
  • Shayari
  • Wishes
About
About

I am Gujarati નો ઉદ્દેશ ગુજરાતીમાં શ્રેષ્ઠ મનોરંજન પૂરું પાડવાનો છે.આપણી માતૃભાષા ગુજરાતી માં અહીં ઉપલબ્ધ છે, આકર્ષક અને નવીનતમ શાયરી, કોટ્સ, સ્ટેટસ, વિશેષ શુભેચ્છાઓ, સુવિચાર, જોક્સ અને ગમ્મત સાથે જ્ઞાન.

Facebook Twitter Instagram Pinterest
© 2025 Imgujarati.

Type above and press Enter to search. Press Esc to cancel.

EASILY TYPE IN GUJARATI NOW

OPEN WEBSITE